________________
વીર–પ્રવચન
[૧૧૧ હૈયે વિધાન આપી જેના હૃદયમાં અવંતિકુમાર જેવું શિરસ્ત્રાણ જવાથી સર્વત્ર અંધકાર છવાયો છે એવી વધુઓના પરિવાર સહિત શેઠાણીએ દિક્ષા લીધી. માત્ર એક ગર્ભવતી સ્ત્રીને બાકી રાખી. શુદ્ધ હૃદયને ને જ્ઞાનપૂર્વક અદરાયેલે વૈરાગ્ય કેવી સુંદર અસર કરે છે તેનું આ સાચું પ્રતિબિંબ છે. ત્યાગને માર્ગ શૂરાને છે. કાયરના ત્યાં ગજ ન વાગે. બાહ્ય હાવભાવ તેમાં ટકી જ ન શકે. ગણિીના પુત્ર પાછળથી સ્વપિતાના અનશન સ્થાને એક સુંદર પ્રાસાદ તૈયાર કરાવી તેમાં ચમત્કારિક ને તેજસ્વી મુદ્દાવાળી શ્રી અવંતિ પાર્શ્વનાથની શ્યામવર્ણી મૂર્તિ સ્થાપના કરી. એ રીતે સ્વપિતાનું નામ અમર કરવા સાથે સ્વ આત્મકલ્યાણ સાધ્યું. આજે પણ ઉજેણમાં એ પ્રભાવક મૂર્તિ વિરાજમાન છે.
એકદા શ્રી આર્યસુહસ્તિ વિચરતાં કૌશાંબી નગરીમાં પધાર્યા અને ઉદ્યાનમાં સ્થિરતા કરી. શિષ્યો ગોચરી સારૂ નગરમાં ગયા. આ વિના દુર્મિક્ષ પડ્યો હોવાથી ભિક્ષુકેની સંખ્યા ત્યાં વધી પડેલી છે. બીજી બાજુ અન્નની મેંધવારી સખત છે. માગણને રોટલાના ટુકડા પણ મળવા મુશ્કેલ થઈ પડ્યા છે ! આમ છતાં ધમ ગૃહસ્થ સાધુ મહારાજને આગ્રહપૂર્વક વહોરાવે છે. માંગીને થાકી પચેલે ને એક ટુકડો સરખો પણ જેને મેળવેલ નહિં એવો એવા એક ભિક્ષુકે સૂરિજીના શિષ્યોની ઝોળીમાં આહાર ભરેલા પાત્રો જોઈ, તેમની પાસે ડાકની માગણી કરી. જવાબ એક જ મળે કે ગુરૂ આજ્ઞા વિના ન તો અમે જાતે ખાઈ શકીએ કે ન તે અન્યને દઈ શકીયે માટે તું સુધાત હોય તો અમારી સાથે ઉદ્યાનમાં ચાલ. સંખ્યાબંધ કારોથી જેને “અર્ધચંદ્ર” મળે છે તેને મુનિના આ શબ્દો રેતીના રણ વચ્ચે “લીલી જમીન” (Oaseas) જેવા મીષ્ટ લાગ્યા. સૌ ઉદ્યાનમાં આવી પહોંચ્યા. શિષ્યો દ્વારા સર્વ વ્યતિકર ગુરૂશ્રીએ જાણે ભિક્ષુકની મુદ્રા જોઈ લીધી પછી તેને ઉદ્દેશીને કહ્યું કે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com