________________
૧૧૪]
વીર-પ્રવચન
રાખ્યો હતે. ભરૂચમાં સમળિકા વિહારને, ઈલેર ગિરિ પર શ્રીનેમિનાથને, ઇડર ગઢ શ્રી શાંતિનાશ્રને એમાં મુખ્ય હતા. સંધપતિ થઈ જિનશાસનને કાર વર્તાવ્યો. પાછળના કેટલાક વર્ષોમાં સખત દુષ્કાળ વેળાયે સાધુ સાધ્વીઓને આહારપ્રાપ્તિ દુર્લભ થઈ પડી અને સંયમરક્ષામાં મુશ્કેલી પડી તેવા સમયમાં ઊંચત ગોચરી સુલભતાથી મળી શકે તેવી ગોઠવણ કરાવી. વળી પિતાના માણસને સાધુના વેશ પહેરાવી અનાર્ય દેશમાં મોકલી ધર્મને તેના આચાર વિચારને સંદેશ પ્રસરાવ્યો. એ રીતે ઘણું ગાઢ મિથ્યાત્વીઓને સમ્યકત્વ પમાડ્યું અને મુનિવિહાર માટે માર્ગ સુતરે બનાવ્યો. જૈન ધર્મને વિજ્ય વાવટા સારા વિશ્વમાં ઉડતો કર્યો. એ વર્ષનું આયુ પુરૂં કરી સ્વર્ગે ગયા. - જનકલ્પની તુલના કરી રહેલા વડા શ્રી આર્ય મહાગિરિએ, શ્રી આર્ય સુહસ્તિ સુરિએ દક્ષિણાથી રાજપિંડ લીધે એથી માંડલીઅહાર પાણી જૂદા કર્યા; પિતે સમેતશિખરજી યાત્રા માટે પૂર્વ દેશે વિહાર કર્યો, તેમની ચોથી પેઢીમાં શ્રી દેવટ્ટીગણ ક્ષમાશ્રમણ થયા. બીજી બાજી શ્રી આર્ય સુહસ્તિ સુરિ ૪૬ વર્ષ સુધી યુગપ્રધાન પદ ભોગવી સ્વર્ગ સંચય.
૯ શ્રી સુસ્થિત સ્વામી, પહેલા પટ્ટધર અને બીજા ગચ્છની ચિંતાકરણહાર. ઉભયે શ્રી ગૌતમ સ્વામી કથિત સુરિમંત્રનો કટિવાર જાપ કર્યો તેથી સુધર્મા સ્વામીથી કહેવાતા “નિગ્રંથ ગચ્છનું”નું ટિક” ગ૭ એવું બીજું નામ પડયું. તેમના સમયમાં શ્રી ભૃગુકચ્છ નગરે શ્રી આર્ય ખપુરાચાર્ય નામના પ્રભાવિક આચાર્ય થયા.
૧૦ શ્રી દિનસૂરિલધુભાઈ શ્રી પ્રીયગ્રંથસૂરિ –
કાલિકાચાર્ય સ્વરૂપ શ્રી વીરનિર્વાણ પછી ૩૨૦ વર્ષે આર્ય સુહસ્તિના સંઘાડામાં સૌધર્મ ઈદ્ર આગળ નિગોદનું સ્વરૂપ વર્ણવનાર, પન્નવણા સુત્રના રચયિતા પ્રથમ કાલિકાચાર્ય થયા. ૩૫૩ વર્ષે એકતાળીશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com