________________
૧૩૪]
વીર-પ્રવચન
બળની લડાઈ ચાલુ રહી. સૂરિએ સ્વ અવસાન નજીક જાણું શિષ્ય સહિત સંઘને આજ્ઞા કરી કે “મારા મસ્તકમાં મણિ છે તે લીધા બાદ અગ્નિ સંસ્કાર કરજે” મણિની વાત યોગીના જાણવામાં હતી. તે સુરિનું અવસાન થતાં ત્યાં આવી લાગ્યો. પણ કાંઈ વળ્યું નહિ. બદરી દેવીએ એને ઉપાડી ચિતામાં હડસેલી દીધે. તે સાંડેરગચ્છને રક્ષક થયો.
* ૩૨. શ્રી પ્રદ્યુમ્નસૂરિ–૧૧ જ્ઞાન ભંડાર કરાવ્યા ને સાતવાર શિખ-- રજીની યાત્રા કરી. ૩૩ શ્રીમાનદેવસૂરિ–શ્રાવક શ્રાવિકા સારૂ ઉપધાન વહેવાની વિધિ તૈયાર કરી. ૩૪ શ્રી વિમળચંદ્રસૂરિપદ્માવતી દેવીની સહાયથી ચિત્રકૂટ ગિરિ પરથી સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરી.
૩૫. શ્રી ઉદ્યોતનસુરિઆ મહાપુરૂષે પાંચવાર સમેત શિખરરજીની યાત્રા કરી હતી ત્યાંથી પાછા ફરતાં આબુ નજીક ટેલી ગામની સીમમાં જેની શાખાઓ ચોતરફ વિસ્તરેલી છે એવા વિશાળ વટવૃક્ષ નીચે ઉષ્ણકાળને લઈ સૂરિજી વિશ્રામ અર્થે થંભ્યા. દરમિઆન સર્વાનુભૂતિયક્ષ પ્રત્યક્ષ થઈ કહેવા લાગે કે-પૂજ્યશ્રી આ શુભ ઘટિકા છે માટે આપ આપના શિષ્યોની ગ્યતા જોઈ આચાર્ય પદે સ્થાપન કરે કે જેથી આ વડની શાખા માફક તેમનો વિસ્તાર વધશે. આચાર્ય શ્રીને વાતનું રહસ્ય સમજાતાં વિક્રમ થકી ૯૯૪ વર્ષે શ્રી સર્વદેવા પ્રમુખ આઠ વિદ્વાન મુખ્ય સ્વ પદ પર સ્થાપન કર્યા. પ્રભુ શ્રી મહાવીરના ગચ્છનું શ્રી વડગ૭ એવું પાંચમું નામ ત્યારથીજ પડ્યું અબુદાચળની યાત્રા બાદ આ સાધુ મંડળ હઝારીનગરે આવ્યું, ત્યાં શ્રી સંપ્રતિ મહારાજ નિર્માપિત શ્રી વીરપ્રસાદમાં એક ડોકરા શિષ્યને ગ્ય જાણી, સૂરિ પદવી અપ વર્ધમાન સૂરિ નામ સ્થાપ્યું. ગુરૂકૃપાથી શ્રી શારદાએ બાલિકાનું રૂપ કરી ગંહુલી રચી. ગુરૂની આજ્ઞા લઈ સદૈવ એક વખત ભોજન કરતાં સૂરિ ગુજરાત તરફ વિચર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com