________________
૧૧૬]
વીરપ્રવચન
વૃદ્ધવાદી અને કુમુદચંદ્રને ભેટે થઈ ગયે. પંડિતજીએ વાદ કરવાની માંગણી કરી વૃધે જણાવ્યું કે વાદ કરવામાં તે વાંધો નથી પણ મધ્યસ્થ કેણ થશે ? વાદની અહર્નિશ રટણ કરી રહેલા પંડિત ક્ષેત્રમાં ગાયે ચારતા ગોવાળોને મધ્યસ્થ તરિકે સ્વીકાર્યા, એટલે ઉભય ત્યાં પહોંચ્યા. કુમુદચંદ્ર પૂર્વ પક્ષ શરૂ કર્યો. સંસ્કૃત-પ્રાકૃત્ત ભાષાના વિશિષ્ટ સમાસોથી સ્વ પક્ષની સ્થાપના કરવા માંડી. એ બધી મહેનત “અંધા આગળ આરસી” સમી થઈ પડી! અા ગામડીઆઓએ વૃદ્ધને કંઈ કર્ણપ્રિય કહેવા કહ્યું. સમ્યજ્ઞ સૂરિએ, એ મુગ્ધ પણ સમજી શકે એવી રીતે પ્રાકૃત ભાષામાં “નવિ મારીઈ, નવિ ચરઈ, પરદાર ગમન ન કીજી ” આદિ બ્લેક બેલવાનું અને રજોહરણ ફેરવી, તાળી દેતાં ફુદડી ફરવાનું શરૂ કર્યું. જેને સ્વપ્નમાં પણ વ્યાકરણના સુત્ર સુણવાનો પ્રસંગ મ નથી એવા આ ખેડુતે,–ગોવાળો-હની સાદીને સમજાય તેવી વાણી સાંભળી રંજીત થયા. “આ ડેકરે છો” એમ પોકારી ઉઠયા, “આ છોકરે તે બરાડા પાડી કાન ફાડી નાંખ્યા” એવું પ્રમાણપત્ર આપ્યું. બસ, પ્રતિજ્ઞાબદ્ધ કુમુદચંદ્ર હાર સ્વીકારી લઈ વૃદ્ધના શિષ્ય થવાની ઈચ્છા પ્રદર્શીત કરી. વૃદ્ધાવાદીએ રાજદ્વારે જઈ વાદ કરવા ખુશી દેખાડી, પણ કુમુદચંદ્ર જણાવ્યું કે મારા કરતાં તમે અવસરના જાણ છે” એ તે પુરવાર થયું જ છે એટલે મારો પરાજય સ્વીકારવા એટલું સંપૂર્ણ છે માટે મને આપને શિષ્ય બનાવે. આમ પંડિતજી કુમુદચંદ્ર નામા સાધુ બન્યા. વિદ્યાવ્યસની હોવાથી અલ્પકાળમાં જ મૃતધર થયા. સિદ્ધસેન દિવાકરની અણમેલી પદવી પામ્યા. ન્યાય (તર્ક) શાસ્ત્રના અદિતીય જ્ઞાતા બન્યા.
એક વાર દિવાકરજીએ પ્રાકૃત સુત્રોને સંસ્કૃતમાં ફેરવી નાંખવાની વાત કરી. સંઘને એ વાર્તાથી સુરિજીમાં કંઈક અભિમાન દેખાયું. વળી ચૌદપૂર્વ યુક્ત દ્વાદશાંગીને રચયિતા ગણધર મહારાજાની આશાતના કરવારૂપ કાર્ય લાગ્યું એટલે એકત્ર થઈ સુરિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com