________________
વીર-પ્રવચન
[૧૧૭
જાય તેવા ૦.૦
પ્રાયશ્ચિત લેવા જણાવ્યું. આચાર્યશ્રીને સાચી વાત સમજાઈ એટલે સાધુ વેશ ગોપવી નિકળી પડ્યા અને ગાઢ મિથ્યાત્વી નૃપતિને જૈન ધર્મ પમાડી સમકિતી બનાવ્યા પછી જ ગચ્છમાં આવ્યા; વળી ઉજ્જનમાં અવંતિ પાર્શ્વનાથનું તીર્થ જે મિથ્યાત્વી દિના હરતક ગયું હતું તે સ્વશક્તિ બળથી પાછું મેળવ્યું, એથી સંઘને આનંદ થયે ને પ્રાયશ્ચિત પૂર્ણ થયાનું જાહેર કર્યું. વિદ્યાના બળે તેમને ચિતોડગઢના એક ગુપ્ત ભંડારમાંથી એક પાનું મેળવ્યું; જેના ઉલ્લેખ પરથી જળમાંથી અશ્વારે ઉત્પન્ન કરવાની, તેમજ કંકરને શિલામાં ફેરવી નાંખવાની વિદ્યાઓ સિદ્ધ કરી હતી. પ્રભાવસૂચક કાર્યો તેમને ઘણાં કર્યો છે. અહીં માત્ર અવંતિ તીર્થ વિષે ટૂંકમાં જોઈ લઈએ.
અવંતિ નગરીમાં તેઓએ આવીને જ્યાં પાર્શ્વનાથની પ્રતિમાને ગેપવી એ પર શીવલીંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યાં અવધૂત વેશે એ જમાવ્યું. ભૂદેવોએ ઘણું સમજાવ્યા છતાં ન માન્યું એટલે ગુસ્સે થઈ યા તદ્દા બોલવા લાગ્યા ને તે વાત ઠેઠ વિક્રમભૂપના કાને પહોંચી. સ્વદેવનું અપમાન તે કેમ સહી શકે ? એકદમ સૈનિકોને રવાના કરી દીધા. ધ્યાનમગ્ન અવધૂતને જ્યાં રાજાની નહતી પડી ત્યાં સૈનિકોને ભાવકોણ પૂછે ? તેઓ અપમાનથી મુંઝાયા ને ફટકા મારવા હુકમ આપ્યો. આશ્ચર્ય જેવી વાત એ બની કે અવધૂતના દેહ પર પડતાં પ્રહારથી એ યોગીરાજને તે કંઈ દુ:ખ થયું ન જણાયું પણ રાણીવાસમાં રાણીઓના શરીરે એની અસર થવા માંડી એટલે ત્યાં હાહાકાર વર્તી રહ્યો. ભૂપાળ વિક્રમ તે વિમાસણમાં પડ્યો. તરત જ ફટકા બંધ કરાવવાને દૂકમ કરાવી પિતે ત્યાં આવી પહોંચે અને અવધૂતની મુખાકૃતિ જોતાં જ એણે લાગ્યું કે આ કેઈ સિદ્ધહસ્ત છે એટલે બળથી માને તેમ નથી. તરત જ વિનયપૂર્વક વંદન કરી નૃપે યોગીને કહ્યું – મહારાજ, આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com