________________
વીર–પ્રવચન
[ ૧૧૫
જૈનાચાર્યોની સાક્ષીમાં પાંચમની સંવત્સરી ફેરવીને ચોથની કરનાર બીજા ત્રીજા કાલિકાચાર્ય થયા, શ્રી ઈદ્રદિનસૂરિ ૪૨૧ વર્ષે સ્વર્ગે ગયા. શ્રી પ્રિયગ્રંથે હર્ષપુર (અજમેર નજદિક) જેવા જેનોની મોટી વસ્તીવાળા નગરમાં પધારી યજ્ઞમાં હોમાતા છાગ પર મંત્રેલ વાક્ષેપ શ્રાવકદ્વારા નંખાવી, તે બેકડા દ્વારા બ્રહ્મણોને હિંસા ફળવાળા યજ્ઞથી નિવાર્યા અને તેઓને સમિપ આવતા અહંત ધર્મને બોધ આપી જૈનધર્મ બનાવ્યા. એ સમયમાં શ્રી વિદ્યાધર ગચ્છમાં શ્રી વૃદ્ધવાદી અને તેમનાં શિષ્ય શ્રી સિદ્ધસેન દિવાકર નામે પ્રભાવિક આચાર્ય થયા.
શ્રી ધસૂરિ પાસે મુકંદ નામે વૃદ્ધ બ્રાહ્મણે દિક્ષા લીધી. અભ્યાસ કર શરૂ કર્યો ને રાત્રિના સમયે પણ મોટા ઘાંટે ગેખવા માંડયું. સમીપવતી માનવીઓને આથી નિદ્રાભંગ થવા લાગ્યો, એક વૃદ્ધા તે બેલી ગઈ કે–આટલી ઉંમરે ભણીને તમે શું સાંબેલું નવ પલ્લવિત કરશે ? ગુરૂશ્રી તરફથી પણ મોટા ઘાંટે ગોખવાની મના થઈ. મુકુંદ મુનિના મનમાં ડોસીના વચનો ખટકતાં હતાં. તેમને કઈ પણ કષ્ટ વેઠી વિદ્વાન થવાની દ્રઢ ઈચ્છા પ્રકટી. ગુરૂ આજ્ઞા લઈ, કાશ્મીર દેશે વિચરી એકવીશ ઉપવાસ કરી એકચિતે સરસ્વતી દેવીની આરાધના કરી. દેવી પ્રસન્ન થતાં વૃદ્ધ મુનિ હરખાણું અને મૂળ સ્થાને પાછા ફર્યા. ડિસીના ટોણની પુર્તિમાં બજાર વચ્ચે એક સાંબેલું રોપાવી તેને પુષ્પને ફળ વડે પૂર્ણ કરી દેખાડયું. ત્યારથી તેમની ખ્યાતિ વિસ્તરી. ગુરૂએ પણ યોગ્યતા જોઈ સૂરિપદવી આપી, ઘણાને વાદમાં છતી તે વૃદ્ધ વાદી તરીકે પ્રસિદ્ધિને પામ્યા. એકદા તેઓ ભૃગુકચ્છમાં વિરાજતા હતા, તે વેળા તેમની કીતિને અસહ્ય ગણત ઉજજેનને વિદ્વાન્ દ્વિજ કુમુદચંદ્ર વાદ કરવા સારૂ સામે આવ્યો. સંસ્કૃત ભાષામાં તે એક્કો હોઈ વિક્રમભૂપને તે માન્ય પંડીત હતા.
દર્શનને જાણકાર હોવાથી, તેમજ કેટલાયને પરાજય પમાડેલા હોવાથી, ગર્વ પણ ઓછો નહોતે ધારવતો. ભૂગુકચ્છની ભાગોળમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com