________________
વીર–પ્રવચન
[૧૨૩:
આશ્ચર્ય મનાતું. ચમત્કાર ત્યાં નમસ્કાર એ ન્યાયે જન સમુદાયમાં એ તાપસની કીર્તિ સવિશેષ પ્રસરી અને તેથી તેના પગલા થવા માંડયા ને મિષ્ટાન્ન દક્ષિણ મેળવી શરૂ થઈ. એ સાથે અન્ય દર્શનમાં આવું કોઈ નથી એમ પણ વાર્તા થવા માંડી. વજીસ્વામીના મામા એવા આર્ય રક્ષિતસૂરિ ત્યાં પધારતા આ વાર્તા તેમના કાને પહોંચી. શ્રાવક વગે તેમની મારફતે જાણ્યું કે એમાં ચમત્કાર જેવું કંઈજ નથી પણ માત્ર લેપ શક્તિનું જ એ કામ છે. જમણના મિષે તાપસને બોલાવી સારી રીતે પગ ઘસી લેપ દૂર કરી નાખ્યા બાદ શ્રાવકોએ જમાડી જ્યાં તપાસ વિદાય લે છે ત્યાં ટોળે મળ્યાં. ખુદ તાપસને ખાત્રી થઈ કે લેપ સાફ થઈ જવાથી તેની આબરૂ રહેવી મુશ્કેલ છે પણ પ્રભાવ પાડવાની આશા સાવ સૂકઈ ન ગઈ. એટલે સાહસ ખેડી નદીના પાણી પર ચાલવા માંડયું પણ તરતજ બુડવા લાગ્યો. લોકોમાં હાહાકાર થઈ રહ્યો. એટલામાં આર્યરક્ષિતસૂરિ ત્યાં પધાર્યા ને તાપસના દેખતાં સત્ય વસ્તુનું જનતાને ભાન કરાવ્યું. વળી હાથમાંનું ચૂર્ણ નદીમાં નાંખી “હે બેણ, પેલે પાર જવાની ઈચ્છાવાળા અમને માર્ગ આપ” એટલું કહેતાં જ ઉભય કાંઠા એક થઈ ગયા. આમ ચમત્કારિક રીતે સૂરિ તાપસને બચાવી પેલે પાર પહોંચ્યા. ત્યાં સર્વને સત્ય ધર્મનું ભાન કરાવ્યું. સર્વ તાપસોએ જેનધર્મ, સ્વીકાર્યો. એ બહ્મદ્વિપિકા શાખા કહેવાઈ.
૧૬. શ્રી સમતભદ્રસૂરિ-વૈરાગ્યના નિધિ સમાન આ સાધુજી કોઈ વાર વાડીમાં તે, કઈ વાર યક્ષમંદિરમાં, વળી કઈ વાર ભયાનક વનમાં વાસો વસી તદ્દન નિસ્પૃહ જીવન ગાળતા હોવાથી લેકમાં “વનવાસી” તરીકે કહેવાયું. વનવાસી ગ૭ એવું ચોથું નામ ત્યારથી પ્રસિદ્ધ ચયું. શ્રીવીર નિર્વાણ પછી ૮૮૨ વર્ષે ચૈત્યવાસી થયા. વિક્રમ સં. ૪૨૮ વર્ષે અનંગસેન તુવેરે દિલ્લી નગરીની સ્થાપના કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com