________________
વીર-પ્રવચન
[૧૨૧
શ્રી વજીસ્વામીના અવસાન બાદ દશમાપૂર્વના જ્ઞાનને તેમજ ચોથા અર્ધનારા સંઘયણને વિચ્છેદ થયો.
શ્રી મહાગિરિ, શ્રી સુહસ્તિ, શ્રી ગુણસુંદરસૂરિ, શ્રી શ્યામાચાર્ય, સ્કંદિલાચાર્ય, રેવતીમિત્રસૂરિ, શ્રી ધર્મ, ભદ્ભુત, ગુણાચાર્ય, અને શ્રી વજરિ એ દશ યુગ પ્રધાન પ્રવર અને દશપૂર્વી થયા.
૧૪. શ્રી વજસેનસૂરિ–ગુરૂવચન અનુસાર વિહરતા ઘણા સમયે તેઓ સોપારક પુરે આવ્યા. દેશમાં ચારે તરફ દુર્ભિક્ષના ત્રાસથી ગેચરી માંડ મળી શકતી. જિનદત શેઠને ત્યાં વહેરવા ગયેલા શિષ્યોના મુખથી જાણ્યું કે આજે ત્યાં લાખ મૂલ્યથી ખરીદાયેલા અનાજની હાંડી ચઢી હતી અને શેઠ, કુટુંબ સહ, એમાં વિષ ભેળવી જીવનને અંત આણવાની તૈયારીમાં હતું. તરત જ સૂરિજીને ગુરવચન યાદ આવ્યું. ત્યાં પહોંચી ગયા. તેમ કરતાં શેઠને અટકાવી બીજે દિવસે સુકાળ થવાની આગાહી કરી. શ્રદ્ધાવતે બહારના કોઈ પણ ચિન્હ સિવાય એ વાત સ્વીકારી. અકસ્માત બીજે દિવસે ધાન્ય ભરેલા વહાણે ત્યાં આવી ચઢયા અને સુરિ વચનાનુસારે મુભિક્ષ થઈ રહ્યો. સંસારની આવી પલટાતી દશાએ આખાયે કુટુંબને નિર્વેદ પ્રકટાવ્યા. જિનદત્ત ભાર્યા ઈશ્વરી અને પુત્ર નાગે, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર સહિત પ્રવજ્યા સ્વીકારી. ચારે પુત્ર દશપૂર્વ સુધી પહોંચ્યા. વિદ્વતાથી તેઓ આચાર્યપદે નિયુક્ત કરાયા ને તેમના નામથી ચાર શાખાઓ શરૂ થઈ. વળી એ દરેકે એકવીશ જણને સૂરિપદે સ્થાપન કીધા. એથી ચોરાશી ગ૭ કહેવાયા.
વિહાર કરતાં વસેન મધુમતી (મહુવા)માં પધાર્યા. ત્યાં આડી ને કુહાડી નામની બે કુલ્ટા સ્ત્રીઓથી જેનું જીવન દુઃખમય બની રહ્યું છે એવા કપર્દી વણકરને ધર્મને બેધ પમાડી ગંઠશીનું પચ્ચખાણ આપ્યું. નમસ્કાર મંત્રનું સ્વરૂપ સમજાવ્યું. પાછળથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com