________________
૧૧૦]
વીર-પ્રવચન આખરે સંમતિ મળી, ગુરૂ સમીપ આવી દીક્ષા સ્વીકારવાની વિધિ થઈ અને તરત જ સ્મશાન ભૂમિમાં અનશન કરવાની ભાવના બહાર આવી. સમયના જાણ સૂરિવરે અનુમતિ આપી કે તરત જ અંધારી નિશાએ, કાંકરા, 'પત્થરને કાંટાથી વિધાતા પગે, ભદ્રાને એકલેને ભગિમાં ધુરણ સમે તનુજ, માત્ર અંતર પિપાસાની પૂર્તિ અથે, જ્યાં વિકરાલતા તરફ ડોકીયા કરી રહી છે ને ભયાનકતાની ન્યૂનતા નથી એવી ભવપરિવર્તનના સ્ટેશન સમી સ્મશાન ભૂમિમાં આવી પહોંચે. પગમાં નિકળતા રક્તની જરા પણ પરવા રાખ્યા વગર ધ્યાન મગ્ન બની તે ઉભો રહ્યો. એવી તે અચળતા ધારણ કરી કે, જેને પવનના સપાટા ને ધુજાવી શક્યા, વનપશુની દારૂણ રાડો ન કરી શકી, અને અંધારામાં સામ્રાજ્ય ભગવતી ભીતિ ન ભડકાવી શકી. લેહીની ગધે આકર્ષાઈ એક શિયાળણી સ્વ સમુદાય સાથે ત્યાં આવી ચઢી. આવું સુંદર ભક્ષ દેખાતાં જ મુનિના દેહને ફાડી ખાવાનું કાર્ય શરૂ કર્યું. જાતે અને સમજણ પૂર્વક કાયાને વિસરાવી સાધનામાં અડગ રહેનાર એ સાધુને “પિતાને દેહ એવી
ભાવના જ ક્યાં હતી કે જેથી એને દુઃખનુભવ થાય! એમની દ્રષ્ટિયે શિયાળણી મિત્ર કરતાં પણ અધિક કામ કરવા લાગી. ઉપસર્ગ શ્રેણી વધતાં જ ભાવના શ્રેણીમાં કુદરતી વધારે થવા લાગ્યો એટલે જ નિયત સ્થાન નજીક આવવા લાગ્યું. આ ભવની શિયાળણી ત્રીજા ભવમાં તેણી ઘણિઆણી હતી, ત્યાં અપમાનિત થયેલ એ સંસ્કાર કુદરતી રીતે યાદ આવતાં તેણીએ પણ શરીર ફાડવામાં ખામી ન રાખી. “વ્યક્તિ સામે નજર પડતાં જ પૂર્વકાળને સ્નેહ કે વેર તે તે પ્રકારની લાગણીઓ પ્રકટાવે છે. આમ એનું વેર વળ્યું અને સુકુમાળનું કામ થયું; મરણ ઘટિકાની સાથે નલિની ગુલ્મ વિમાને જન્મસંસ્કારના ચોઘડીયા વાગ્યા. સૌધર્મકલ્પમાં આનંદનો વિષય છતાં દુન્યવી દૃષ્ટિએ સ્નેહીજનેની ચક્ષુમાં શોકનું કારણ! પ્રાતઃકાળે સારા નગરમાં વાર્તા પ્રસરી રહી ત્યાં ભદ્રા શેઠાણું કેમ બાકી રહે ! શેકભર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com