________________
વીર–પ્રવચન
[ ૬૯
વિચરવાનું તે પ્રભુત્રીની સાથે જ રાખ્યું. તે ધર્મના: જીજ્ઞાસુને પ્રભુશ્રી ને ધર્મ સંભળાવતાં, પોતાની અશક્તિ જાહેર કરતાં, અને દિક્ષાના પિપાસુને શ્રી રૂષભજન પાસેજ મેલતાં.
" એકદા ભરત રાજે પ્રભુ મુખથી સાંભળ્યું કે મરિચીને આત્મા આ અવસર્પિણમાં કાળમાં ચરમજન શ્રી વર્ધમાન તરિકે થશે. વળી તેજ આત્મા મૂકાપુરીમાં (મહાવિદેહ) ચક્રવર્તી અને આ ભારતવર્ષમાં પ્રથમ વાસુદેવ પણ થશે.
ગુણગ્રાહી ભરતરાજ પાછા ફરતાં મરિચી પાસે આવ્યાને પ્રદક્ષિણા દઈ વંદન કરવા લાગ્યા કે –
ભે મરિચી દુનિયામાં જે સર્વોત્કૃષ્ટ પદવીઓ ગણાય છે તે સવને તું ભોક્તા થશે એ હારું સત્વ અપૂર્વ છે. આમ છતાં હું જે હુને વંદન કરી રહ્યો છું તે નહિં કે ત્યારે આ ત્રિદંડીવેશને, કિંવા નહિં કે હારી ભાવિકાળની એ પદવીઓને! તું ચક્રીને વાસુદેવ થશે એથી મને કંઈ સંબંધ નથી, પણ ભાઈ તું શ્રી મહાવીર નામે આ ભરતભૂમિમાં અંતિમ ઇન પણ થઈશ. હું હારા એ સ્વરૂપને ઉદ્દેશી નમન કરું છું. નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ નિક્ષેપે જન વંદન થઈ શકે છે એ નિયમે હું વાંધી રહ્યો છું.” પછી ચક્રી તે વિદાય થયા. પણ આ બધું શ્રવણ કરનાર મરિચીને જીવ ઝાલ્યો ન રહ્યો.
જ્યારે પિતાશ્રી તત્વની ઊંચી ભૂમિકા પર ઉભા રહી, ભાવ નિક્ષેપાનું–આત્માની અંતિમ દશાનું–બહુમાન પ્રતિપત્તિ (પ્રણામ) દ્વારા કરી રહ્યા હતાં, ત્યારે ભાઈશ્રી મરિચી કુલીનપણની ઉત્તમતાના વિચારમાં ઘરકાવ બની કઈ જુદી જ દિશામાં જઈ રહ્યા હતા ! જે પરિ'સ્થિતિથી ભરત ચક્રના કર્મો નષ્ટ થયા તે જ પરિસ્થિતિએ મરિચીને નવા કર્મોનું સંગ્રહસ્થાન બનાવ્યા. આત્મ પસ્થિતિ પર કર્મબંધનને આધારે છે તે યથાર્થ છે. આત્મા નિમિત્ત વાસી છે. એ સાચું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com