________________
વીર-પ્રવચન
[૭૯
પિતાને વિનયે જાળવવા તેઓશ્રી સર્વ કંઈ જાણતા છતાં, એક વિદ્યાર્થી તરિકે લેખશાળામાં ગયા. એ વેળા ઈંદ્ર દ્વિજવેશમાં આવી વિદ્યા ગુરૂના સંશોનું પ્રભુને પૂછી સમાધાન કર્યું. એ પ્રશ્નોત્તરની પ્રસિદ્ધિ પાછળથી “જેનેંદ્ર વ્યાકરણ” તરીકે થઈ. જનતા પણ પામી ગઈ કે બાળ એવા વર્ધમાન તે વગર ભણે સર્વ વિદ્યામાં પારંગત છે. વાત પણ યથાર્થ જ હતી, ચૌદ મહા સ્વપ્નોથી પ્રભુશ્રીના જન્મ પૂર્વે જ તેમની પ્રભુતાના ગાન ગવાઈ રહ્યા હતા. પૂર્વભવે જ્યારથી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું ત્યારથી જ અતિશયતાવાળું જીવન તેમના માટે નિર્માણ થઈ ચૂક્યું હતું. ઘણું ઘણું ખમી, સહન કરી, તેઓશ્રીએ પિતાની લાયકાત સિદ્ધ કરી હતી એટલે એમને વગર પ્રયાસે અદ્વિતિય સુખની સંસારવાસમાં પ્રાપ્તિ થતી ચાલી. શ્રેણિક ચંડ પ્રદ્યોત જેવા રાજવીઓ આવીને સેવા કરવા લાગ્યા. આમ કરતાં પ્રભુશ્રી યુવાવસ્થાના આંગણે આવી ઉભા.
મતિવૃત અને અવધિજ્ઞાનથી યુક્ત શ્રી વર્ધમાન કુંવરે સંસાર સુખના ખાસ રસિયા ન છતાં, માતાને આગ્રહ થતાં પરણવાની : વાત સ્વીકૃત કરી. ભેગાવળીકર્મ પણ અવશેષ જોયું. સમયવીરઃ - ભુપની યશોદા નામ મનહર કન્યા સાથે તેઓશ્રી લગ્નગ્રંથીથી જોડાયા. આ રીતે સંસાર સુખને ભોગવી દંપતી જીવન નમૂનેદાર રીતે પસાર કરતાં સ્વ દ્રષ્ટિબિંદુ તરફ આગળ વધવા લાગ્યા. તેમને પ્રિયદર્શના નામે એક પુત્રી થઈ. એ યોગ્ય વયમાં આવતાં જમાલિ નામારાજપુત્ર (સ્વભાણેજ) સાથે પરણાવી. આ રીતે પ્રભુએ ગ્રહસ્થા-વાસમાં લગભગ અઠાવીશ વષો ગાળ્યાં. જે હિતબુદ્ધિથી વિચાર કરવામાં આવે તે તીર્થંકર પ્રભુનું–ચરમજિનપતિનું આખું જીવન મીઠા અને અમૃતસમાં પાણીના સરોવર જેવું છે એટલે એનું પાન કરનારને એકાંતે લાભ જ થાય છે. એમના દંપત્ય જીવનમાંથી સંસારસ્થ છો ઘણું ઘણું શીખી શકે તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com