________________
૧૦૪]
વીર-પ્રવચન ભદ્રબાહુએ પલ પળને અને તે મધ્યમાં નહીં પણ છેડા ઉપર પડવાનું કહ્યું. બન્યું પણ તેમજ. રાજાને પુત્ર જન્મે. વરાહે સે વર્ષનું આયુષ્ય ભાખ્યું અને એ સંબંધમાં ભદ્રબાહુને પૂછતાં સાત દિનનું જણાવ્યું ને વળી બિડાલના નિમિત્તથી મરણ થશે એમ સુચ
વ્યું. રાજાએ નગરમાંથી સઘળી બિલાડીઓને બહાર કઢાવી છતાં સાતમા દિને પુત્રને ધાવ ધવરાવતી બેઠી છે ને અકસ્માત બિલાડીના ચિન્હવાળી કમાડની ભૂંગળ તેના શીર પડી એટલે તે અર્ભક પંચત્વને પામ્યા. આમ સૂરિના જ્ઞાનની પ્રશંસા થઈ રહી. જીનશાસનનો જયજયકાર થયો. વરાહમિહિરને મહીં દેખાડવું ભારી પડ્યું. તે જંગલમાં ચાલ્યો ગયો અને અજ્ઞાન કષ્ટ કરી-તાપસનું જીવન જીવી-કાળ કરી વ્યંતર નિકાયમાં દેવ થયો. પૂર્વભવનું વૈર સંભારી સંઘમાં મારીને ઉપદ્રવ શરૂ કર્યો. સંધના આ ભયને નિવારવા શ્રીભદ્રબાહુએ મંત્રાધિષ્ઠિત શ્રી
ઉપસર્ગહર ” તેત્રની રચના કરી જેના સ્મરણથી ઉપદ્રવ નષ્ટ થઈ ગયો! ત્યારથી એ મંત્ર ઉત્કૃષ્ટ સ્મરણ તરિકે ગણાવા લાગે.
સંસારમાં ૪૫, ગુરુસેવામાં ૧૭, યુગપ્રધાન. ૧૪, કુલ આયુષ્ય ૭૬ વર્ષ. તેમની કૃતિઓ. નવપૂર્વમાંથી ઉદ્ધરિત કલ્પસૂત્ર, ભદ્રબાહુ સંહિતા, આવશ્યક નિર્યુક્તિ, પચ્ચખાણ, ઓધ, પિંડ, ઉત્તરાધ્યયનઆચારાંગ અને સુગડાંગ-નિર્યુક્તિ-તેવી જ દશવૈકાલિક, વ્યવહાર અને દશકલ્પનિર્યુક્તિ, ઉવસગહરસ્તોત્ર.
૭. શ્રી સ્થૂલભદ્રજી–પાટલીપુરમાં-નવમાનંદના રાજ્ય સમયમાં મુખ્ય મંત્રી શકટાલ તેમના જે જ્યેષ્ઠ પુત્ર. માતાનું નામ લક્ષ્મીવતી, લઘુ બંધવ શ્રીયક, અને ભગિની યક્ષા, યક્ષદિન્ના, ભૂતા, ભૂતદિના, સેણા, રેણા અને વેણું. સ્થૂલભદ્ર બાલ્યપણાથી વિદ્યાવ્યસની હોઈ સંસ્કૃત, પાકૃતના સારા જાણકાર છતાં સ્વભાવે રસિક એટલે યુવાવવસ્થાના આંગણમાં પ્રવેશતાં જ કશ્યા નામા વેશ્યા નવયૌવને અને રૂપની રાશિ-સહ પ્રીત બાંધી, સ્વજન મિત્રને વિસરી જઈ એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com