________________
વીર-પ્રવચન
( [ ૧૦૩ છ માસ જેવી ટુંકી અવધિમાં આત્મોન્નત્તિ સાધી શક્યો. એના અવસાન કાળે સૂરિજીની ચક્ષુઓમાંથી અશ્રુબિંદુ સરી પડયાં ત્યારેજ સત્ય બિના સૌ સાધુઓના જાણવામાં આવી. ગુરૂપુત્ર નિમિત્તે રચાયેલા ક્શવૈકાલિક સુત્રને ત્યાર પછી કાયમી સ્થાન મલ્યું. આમ સુત્ર ગુંથન. સાથે મનક અમર થયા. ૨૮ વર્ષ ગૃહસ્થીપણુમાં ૧૧ વર્ષ ગુરૂસેવામાં અને ૨૩ વર્ષ યુગપ્રધાન પદમાં ગાળી કુલ ૬૨ વર્ષનું આયુ પૂર્ણ કરી શ્રી વીર નિર્વાણ પછી ૯૮ વર્ષે શ્રી શયંભવ સૂરિનું સ્વર્ગગમન થયું.
૫. શ્રી યશોભદ્રસૂરિ–બાવીસ વર્ષ સંસારમાં રહી પ્રવજ્યા સ્વીકારી. ચૌદ વર્ષ શ્રી શય્યભવ સુરિની સેવા કરી અને પચાશ વર્ષ સુધી યુગપ્રધાન પદે રહ્યા. કુળ આયુષ્ય ૮૬ વર્ષ શ્રી વિરાત ૧૪ર વર્ષે સ્વર્ગ ગમન.
૬. શ્રી સંભૂતિ વિજ્ય તથા શ્રી ભદ્રબાહુ સ્વામી ઉભય ગુરૂભાઈ થાય, તેમાં પહેલાના શીરે ગ૭નું પટ્ટધરપણું જ્યારે પાક્લા સારસંભાળ રાખનાર. સંભૂતિ વિજયે ૪ર વર્ષે ચારિત્ર ગ્રહણ કર્યું. ચાળીશ વર્ષ સંયમ પાળે. આઠ વર્ષ યુગપ્રધાન તરિકે રહ્યા. ૯૦ વર્ષ પુરા કરી સ્વર્ગે સિધાવ્યા. ભદ્રબાહુ, દક્ષિણ દેશમાં આવેલા પ્રતિષ્ઠાનપુરમાં પ્રાચીન ગોત્રી દ્વિજને ઘેર જમ્યા હતા. મોટા ભાઈનું નામ વરાહમિહિર. બંને સાધુઓએ શ્રી યશોભદ્ર પાસે સાથે દિક્ષા લીધી હતી. અભ્યાસ વૃદ્ધિ કરી ઉભય ષટદર્શનના જ્ઞાતા બન્યા. મેટાભાઈને અહંકારી જાણી ગુરૂએ ભદ્રબાહુને સુરિપદે સ્થાપ્યા. વરાહમિહિર રિસાઈ, સંયમ છેડી દઈ ચાલ્યા. અને જ્યોતિષીને વ્યવસાય સ્વીકારી આજીવિકા ચલાવવી શરૂ કરી. જેનધર્મ પ્રત્યે દ્વેષ રાખવા માંડ્યો, બેવાર વાદમાં પાછા પડયા-રાજા સમક્ષ કુંડાળુ કરી વરાહે બાવન પલને મત્સ્ય મધ્યમાં પડશે એમ નિર્દિષ્ટ કર્યું. જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com