________________
વીર-પ્રવચન
[ ૧૦૫.
આવાસે જુવાનીને લ્હાવ વિના સંકોચે લુંટવા લાગ્યા. ઉભય વચ્ચે અતૂટ સ્નેહ ગ્રંથિ જન્મ પામી, દ્વિજ વરૂચીની કપટજાળથી સ્વપિતાનું અવસાન થયા બાદ મંત્રી મુદ્રા ગ્રહણ કરવા અર્થે રાજ તરફથી તેડું ગયું ત્યારે જ તેઓ વિલાસ નિદ્રામાંથી જાગ્રત થયા. ક્ષણને વિરહ સહવાને અશક્ત વામાં કે સ્થાને આવું છું” કહી આવ્યા. નૂપ તરફથી અપાતી પ્રધાન પદવી પર અશોક વાટિકામાં બેસી વિચાર કરવા લાગ્યા. પિતાશ્રીનું જીવન–પિતાનો સોનેરી કાળ–બાલ્યજીવન અને ત્યાર પછીનું વિલાસી જીવન નજર સામે ખડું થયું. સંસાર સાર વિહુણો લાગે. એને છેડવાને અડગ નિશ્ચય કરીને ઉઠયા. રાજ સભામાં જઈ, વિનયપૂર્વક મુંડિત થવારૂપ સ્વ અભિપ્રાય પ્રદર્શિત કરી ને તે ગયા વિરહીણીના મહેલ તરફ કે ન તે ગયા સ્વજનના વસવાટ તરફ, જાતે સ્વતંત્ર હોઈ પહોંચ્યા શ્રી સંભૂતિવિજય સૂરિ પાસે. કર્મમાં શૂરવીર હતા તે ધર્મમાં શૂરવીર બની ગયા. પ્રવજ્યા સ્વીકારતાં વાર ન લગાડી. જોતજોતામાં જ્ઞાનધ્યાનમાં લયલીન થયા. કેસ્યાની મોહિનીને ફગાવી દીધી. છતાં સાચી પ્રીતિ તે અંતરમાં કાયમ જ રહી. ચોમાસુ આવતાં સાધુ મંડળમાંથી કઇ કુવા કાંઠે તે કઈ સિંહ ગુફામાં કાર્યોત્સર્ગ અર્થે ઉપડ્યા ત્યારે આ સાચા આશક વેશ્યા ગૃહે જવા તૈયાર થયા. માગણી કરી અને સમયજ્ઞ સૂરિએ હા ભણી. વિરહ તાપથી જેના અંગેઅંગમાં ઝાળ લાગી રહી છે, અને જેને લોકવાયકા સાંભળી જાણ્યું પણ છે કે હવે સાધુ થનાર સ્થૂલભદ્ર પાછા નહિ જ આવે છતાં એમની પાછળ-પ્રેમના એ અવ
ય બંધનની પાછળ-સ્વકાયાને શોષવી દીધી છે એવી કશ્યા,-સાચી કુળ કામિનીએ, મુનિરૂપે આવતાં જોયા કે રૂંવાડે રૂંવાડે હર્ષથી વ્યાપ્ત થઈ. હસ્તય જેડી સામી આવી, મનમાં ચિંતન કરવા લાગી કે સાધુજીવનના કષ્ટો સહન થઈ શકયા નહી એટલે સ્થૂલભદ્ર અહીં ભાગી આવે છે; એટલે પુષ્કળ હાવભાવથી સામે ગઈ મુનિએ ચિત્રશાળામાં ચેમાસુ કરવાની રજા માગી એટલે એમાં આ મૃગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com