________________
વીર પ્રવચન
[૧૦૧
પર નજર ન ઠરી એટલે પર સમુદાયમાં અવલોક્તાં રાજગૃહી નગરીમાં ' યજ્ઞક્રિયા આચરતે બ્રિજ શર્યાભવ ધ્યાનમાં આવ્યો. તરત જ બે સાધુઓને વસ્તુ-નિર્દેશ કરી ત્યાં મેકલવામાં આવ્યા.
વિહાર કરતા ઉક્ત, મુનિઓ યાતમંડપમાં આવી પહોંચ્યું તરફ મંત્રોના ધ્વનિ થઈ રહ્યા છે અને યજ્ઞસ્થંભ આગળ એક બકરાને બાંધેલો છે જે બેં બેં પિકારી રહ્યો છે. સામે જ ઉઘાડી તલવારે ભટ્ટ શયંભવ વિધિ વિધાનમાં મળ્યુલ બન્યો છે. તરત જ મુનિ મુખમાંથી નિમ્ન લિખિત શબ્દો બહાર પડયા–
अहो कष्टं अहो कष्टं तत्वं न ज्ञायते परम् ।
બસ એટલું કહી મુનિ યુગ્મ વિદાય થયું, પણ શય્યભવ દ્વિજને તે જબરી જિજ્ઞાસા જન્મી. તરત જ મુખ્ય ભૂદેવ તરફ તલવાર ધરી તત્ત્વ સમજાવવા કહ્યું. અંતમાં ભૂદેવે યજ્ઞથંભ નીચે રાખેલી શ્રી શાંતીનાથ પ્રભુની મૂર્તિ દેખાડી અને જણાવ્યું કે એના આકર્ષણથી દેવતાઓ યજ્ઞમંડપ તરફ આગમન કરે છે. શય્યભવ દ્વિજ, આ સાંભળી, અને બાજુપર ફેકી દઈ ઉભો થઈ ગયો. એ સત્યનો પૂજારી હતું એટલે પેલા મુનિઓ કોણ હતા, તે જાણવા સારૂ તેમની પાછળ નિકળી પડ્યા. ઘેર ગર્ભવતી પ્રિયા હતી એનું પણ વિસ્મરણ થઈ ગયું. મુનિની શોધ કરતે તે શ્રી પ્રભવસ્વામી સમિપ આવી પહોંચ્યા. વિદ્વાન હોવાથી સત્ય વસ્તુ સમજતાં ઝાઝી મુશ્કેલી ન પડી. સમજણ પાછળ અમલ હોય તે જ સમજાયું કામનું છે એ વાત તે જાણતા હોવાથી એહિક દુનિઆના કઈ પણ લાભમાં લલચાયા વગર અંતરના ઉમળકાથી ભાગવતી દિક્ષાનો સ્વીકાર કર્યો. ઘણા જ અલ્પ સમયમાં સર્વ શાસ્ત્રોમાં પારંગતતા પ્રાપ્ત કરી અને પ્રભવસ્વામી પણ એમના સુરક્ષિત હસ્તમાં શાસન ધુરા સોંપી સ્વર્ગે સિધાવ્યા.
શ્રી પાર્શ્વનાથના ગણધર શ્રી શુભેય, તેમના શિષ્ય હરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com