________________
-
- ૯૮]
વીર-પ્રવચન આનું જ નામ. ગૃહે પાછા ફરતાં પૂર્વે જ ચતુર્થ વ્રત અંગીકાર કર્યું, દેનાર ઉભય જ્ઞાતા હતા, જંબુકુમારે માતાપિતાની આજ્ઞાથી વ્રત લેવાની જિજ્ઞાસા પ્રગટ કરી જ્યારે ગુરૂશ્રી સુધમે તે વાતમાં સંપૂર્ણ સમંતિ આપી માત્ર “પ્રમાદ ન કરીશ” એટલું જ કહ્યું.
ઘેર આવતાં જ, અને અંતરગત વાતને સ્ફોટ કરતાં જ, મેહ ભારભારિત માતા અને પિતા ચમકી ઉઠયાં. એમને તે આ પુત્રને પરણાવવાના કેડ હતા. એના લગ્નમાં સ્વજન પરિજનને નોતરી સંસારના કેટલાયે લ્હાવો લેવા હતા. ધારિણીને નવવધુનું મુખ જોવાની ઉત્કટ અભિલાષા હતી, એટલે જંબુકુમારને દિક્ષાની આજ્ઞા તરત નજ મળી. માતા પુત્ર વચ્ચે એ સબંધમાં પુષ્કળ ચર્ચા ચાલી. આખરે માતાને પ્રસન્ન કરવા જંબુકુમારે પાણિગ્રહણ કરવું એમ કહ્યું. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વાળાને લગ્ન કે સુંદરીના સમાગમ બંધન રૂપ ન જ હોઈ શકે. એની આત્મશક્તિ એટલી હદે સતેજ હોય કે ત્યાં મેહરાજ પાણી પાણી થઈ જાય. બન્યું પણ એમ જ. એક બે નહિં પણ આઠ શ્રેષ્ટિ સુતા સહ કુમાર જંબુના લગ્ન ધામધુમથી થયા. રૂપ લાવણ્યમાં સ્વર્ગની અસરાઓને પણ ટપી જાય તેવી લલિતા લલનાએના મુખ નિરખી ધારણી માતાને ટાઢક વળી. મનમાં થઈ પણ આવ્યું કે આવી કામિનીઓનો સંગ ને વિલાસ તજી કુંવર હવે સંયમને સંભારશે પણ નહીં. નવ પરણિત મદભર યૌવનાઓ પણ સ્વપતિ જંબુની પ્રતિજ્ઞાથી જાણકાર હતી. છતાં તેમને કામકેલીથી ને રતિચાતુર્યથી જંબુકુમારને લેભાવવાના કોડ હતા. આમ સંસાર જીવનની પ્રથમ રાત્રે વાસગૃહ, દંપતીનું વિલાસ સ્થાન મટી સ્પર્ધાસ્થળ બન્યું હતું! મોહરાજ ને ચારિત્રરોજ વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યું હતું. એક પછી એક ચંદ્રમુખી નવનવી દલીલથી ને ઉદાહરણોથી સ્વપતિ જંબુને સ્વમાન્યતા મૂકી સંસાર માણવા સમજાવતી હતી જ્યારે એ સામે જંબુકુમાર એટલી જ સચોટ દલીલોથી અસરકારક પ્રત્યુત્તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com