________________
૯૬ ]
વીર–વચન
એ પનોતા પુત્ર તેમનું નામ ઇદ્રભૂતિ રાખવામાં આવ્યું. બાલ્યકાળથી સંસ્કારી માતા પિતાના સહવાસમાં રહેવાનું મળ્યું હોવાથી અલ્પકાળમાં જ તે શાસ્ત્રનિપુણ પંડિત બન્યા, વેદ આદિ દર્શન શાસ્ત્રોના સારા જ્ઞાતા થયા. પંડિત સમુદાયમાં ધુરિપદ પ્રાપ્ત કર્યું. જોતજોતામાં તેમની કીર્તિની સુવાસ પ્રદશોદિશ પ્રસરી રહી, ભાગ્યેજ કોઈ યજ્ઞ એ. હેય કે જ્યાં તેમની હાજરી ન હોય. આ રીતે બ્રાહ્મણેચિત વ્યવસાય ને વિધિવિધાનમાં તેમના પચાસ વર્ષો વ્યતીત થઈ ચૂક્યા. એ કાળે અકસ્માતિક એવો પ્રસંગ બની ગયો કે જેને તેમનું આખું જીવન બદલી નાંખ્યું. એ પ્રસંગ તે ચરમપતિ શ્રી વર્ધમાનનો સમાગમ. ઈદ્રભૂતિ પંડિતનું રાજJહીમાં સોમલદિજાને ત્યાં યજ્ઞમાં આવવું અને બીજી બાજુ પરમાત્મભાવ પામીને શ્રી વર્ધમાનનું જીન તરિકે પધારવું અને દેવરચિત સમવસરણમાં વિરાજી દેશના દેવાનું શરૂ કરવું. નાગરિકોનું તેમજ દેવદેવીઓનું વંદનાથે ગમનાગમન. આ દ્રશ્ય જોતાં જ પંડિત પ્રવર ઈદ્રભૂતિની આંખ ફાટી. ગર્વના ઘટાટોપથી તે ધસમસતા પ્રભુ સન્મુખ પહોંચ્યા. જીતવા ગયેલા મહારથી જાતે છતાયા. સત્ય સમજાતા પચાશની વય છતાં પ્રભહસ્તે દિક્ષિત થયા. ત્યાર પછી સતત ત્રીસ વર્ષ સુધી, પિતાથી આઠ વર્ષે જે લઘુ છે છતાં જ્ઞાનજ્યોતિમાં અધિક છે એવા શ્રીવીરની અદ્વિતિય ભક્તિભાવે સેવા કરીને આત્મ કલ્યાણ સાધ્યું. શ્રી મહાવીરની સાથે વારંવાર વિવિધ પ્રકારના પ્રશ્નોત્તર કરી તત્વામૃતનું મીઠું પાન કરનારમાં એમનું સ્થાન પ્રથમ છે. પ્રભુશ્રીના મધુરા “હે ગૌતમ રૂપા સંબોધનથી વિશ્વમાં તેઓ નામ કરતા ગોત્રથી અધિક પ્રસિદ્ધિને પામ્યા. તેમના નામ સ્મરણથી આજે પણ વિદ્યો નષ્ટ થાય છે. ગૃહવાસમાં ૫૦ વર્ષ, વીરસેવામાં ૩૦ વર્ષ. કેવલી પર્યાયમાં ૧૨ વર્ષ કુલ. ૯૨ વર્ષ.
શ્રી સુધર્માસ્વામી કેલ્લાગ સન્નિવેશમાં જન્મ–માતા ભક્વિલા અને પિતા ધમ્મિલના એ સંતાન. જાતે વિપ્ર ને ચાર વેદના પ્રખરજ્ઞાતા. સમવસરણમાં આવ્યા બાદ સંશય છેદાવાથી ભાગવતી દિક્ષા સ્વીકારી. પ્રભુસહ શ્રી ગૌતમને થયેલ પ્રશ્નોત્તરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com