________________
વીર–પ્રવચન
1 [૫ પિતાના નિવણ બાદ અલ્પ કાળમાં પ્રથમ ગણનાયક શ્રી ગૌતમ ઇંદ્રભૂતિને પિતા પ્રત્યેના “રાગબંધન તૂટવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાની હતી એટલે ગચ્છાધિપતિના પદ પર શ્રીસુધર્મ નામા પાંચમા ગણધરને સ્થાપન કરવામાં આવ્યા હતા. અદ્યાપિ જે સાધુ. સમુદાય દ્રષ્ટિગોચર થાય છે અને ગતકાળે થઈ ગયો છે એ સર્વ શ્રી સુધર્મ સ્વામીની પરંપરામાં જ સમાઈ જાય છે.
પ્રથમ ગણેશ શ્રી ઈદ્રભૂતિ, ગૌતમ ગાત્રીય હોવાથી શ્રી ગૌતમ સ્વામિ તરીકે સુપ્રસિદ્ધ થયેલ છે. તેમનું ચરિત્ર ઘણું વિસ્મયકારક છે. વિશ્વમાં જે મોટા અવગુણ રૂપ મનાય છે અને જેના સેવન કરવાથી આત્માઓ નિસંશય ભવસાગરમાં ડુખ્યા છે એવા દોષોનું નિમિત્ત પામી શ્રી ગૌતમ ઉન્નતિ સાધે છે. જ્યારે પ્રખર પંડીતપણને તેમણે ગર્વ કર્યો ત્યારે શ્રી વીરને સમાગમ મલ્ય, સંયમ લીધા પછી ગુરૂ એવા શ્રી વીર પ્રત્યે નિબિડ રાગ ધર્યો ત્યારે તે ઉત્કૃષ્ટિ ભક્તિ તરીકે પંકા અને શ્રી વિરનું નિર્વાણ સાંભળી અતિ મેહ ધરી હે વીર, એવો પિકાર કર્યો ત્યારે કૈવલ્ય પામ્યા. તેઓ મહાલબ્લિનિધાન હતા. તેમના હાથે દિક્ષિત થનારને કેવળ જ્ઞાન થતાં વાર ન લાગતી. શ્રી વીર પ્રભુની પાટ પરંપરા–
અત્રે આરંભ કરતાં એ વાતનું નિરૂપણ કરી દેવાની જરૂર છે કે શ્રી વીર પ્રભુની પહેલાના ત્રેવીસ જીનના શાસનમાં સંખ્યાબંધ ગીતાર્થો અને સુરિસમ્રાટ થઈ ગયા છે. તે સંબંધી લખવા બેસીએ તે પાર પણ ન આવે. તેમની ચમત્કારિક પ્રભાવનાના પૂર્ણ વૃતાંત જૂદા જૂદા ગ્રંથોમાં વર્ણવાયેલા દષ્ટિગોચર થાય છે. અહીં તે માત્ર પરમાત્મા મહાવીર દેવ પછી તેમની જ પરંપરામાં થયેલા કેવલ મુખ્ય ગચ્છાધિપતિઓના સંક્ષિપ્ત વૃતાંતે આપવામાં આવે છે. શ્રી ગૌતમસ્વામી
મગધદેશના ગવરગામવાસી, દિવસુભુતિ અને ભાર્યા પૃથ્વીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com