________________
૯૪]
વીર–પ્રવચન
--
થયા. દશ દ્રવ્ય પ્રાણુ સાથે કાયમના છુટાછેડા કરી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યરૂપ ચાર ભાવ પ્રાણથી યુક્ત બન્યા. ચૌદ રાજલકને અતે આવેલી પીસ્તાલીસ લાખ જન પ્રમાણ સિદ્ધશીલા પર વાસ કરી રહ્યા. સાદિ અનંત સ્થિતિ સુધીના નિવાસી બન્યા. એમના મોક્ષ ગમનથી, સારુંયે ભારતવર્ષ શેકાકુળ થયું. જેનસમાજના શીરે મેટ પહાડ તૂટી પડયો હોય તેવી વિષાદની છાયા વ્યાપી રહી. રાજા–પ્રજા સૌ શોકમાં ડૂખ્યા. અપાપા નગરી પાપા” કહેવાણી અને તેમાંથી આજની “પાવાપુરી” બની ગઈ પ્રભુ નિર્વાણને સખત આઘાત ખુદ ઇન્દ્રભૂતિ સરખા પ્રથમ ગણધરને લાગ્યો ત્યાં અન્યની શી કથા ! ભાવ દીપક જતાં જનતાએ દ્રવ્ય દિપ કરી દિપોત્સવી પર્વને પાયે નાંખ્યો.
શ્રી વીર ત્રીસ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા. કાંઈક અધિક બાર વર્ષ છદ્મસ્થાવરથામાં ગાળ્યાં અને દેશઉણ ત્રીસ વર્ષ સુધી કેવલી બની ઉપદેશદ્વારા જગતભરમાં ઉપકાર કર્યો. એ રીતે બેતેર વર્ષનું આયુષ્ય પુરૂં કરી નિર્વાણ પામ્યા. એમની યુગાંતકૃતભૂમિ (અનુક્રમમાં વર્તનારા-શિષ્ય, પ્રશિષ્ય આદિ પુરૂષોના પ્રમાણ યુક્ત થયેલી) જંબુસ્વામી સુધી ચાલી. પર્યાયાંતકૃતભૂમિ (પ્રભુના કેવલીપણાને આશ્રિત થયેલી) પ્રભુશ્રીના કૈવલ્ય બાદ ચાર વર્ષથી શરૂ થઈ એટલે ત્યારથી તે છેલ્લા જંબુસ્વામી સુધી મોક્ષ ગમન ચાલુ રહ્યું,
પ્રભુશ્રી મહાવીરદેવના અગીઆર ગણધર યાને પટ્ટશિષ્યો હતાં. ગણધર અગીઆર છતાં ગણ યાને શિષ્ય સમુદાયની સંખ્યા-નવની હતી. સમાન વાચનાવાલા શિષ્યવંદનો એક ગણ બને છે. નવ હોવામાં બે ગણધરોની શિષ્યસંખ્યા ભિન્ન છતાં વાચના સરખી હોવાથી સાથે જ અધ્યયન કાર્ય થતું એટલે જ ગણ નવ પ્રભુશ્રીની હયાતિમાં જ ઉક્ત અગીઆર ગણધરોમાંના ઇંદ્રભૂતિ ને સુધર્મ સિવાયના નવ મેક્ષે ગયા હતા. વળી તેઓશ્રી, એ જ્ઞાનદર્પણથી જોયું હતું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com