________________
વીરપ્રવચન.
બસ. બાજી વિફરી ચૂકી. અજ્ઞાન ગેપથી–પરિસ્થિતિના અજાણ ગેવાળથી–આ સહ્યું ન ગયું. તેના અંગે ગુસ્સાના આવેગથી દુછ ઉઠયા અને ક્રોધથી મુખ લાલચોળ બની ગયું. ઝટ નજીકના વૃક્ષ પરથી બે તીણ શલાકાઓ કાપી લાવ્યો અને પ્રભુ સમીપ પહોંચી જઈ કહેવા લાગે કે-“હે આર્ય! મેં આટઆટલું પૂછયું છતાં તું શું સાંભળતો નથી કે જેથી ઉત્તર દેતે નથી? હારા આ કર્ણછિદ્રો નકામાં છે કે શું? લાવ ત્યારે તેને હું બંધ કરી દઉં કે જેથી ત્યારી કરણીનું તું ફળ ભોગવે, એમ કહેતાંની સાથે જ ઉભય કર્ણરંદ્રમાં પેલી તીક્ષ્ણ શલાકાઓ (સળીઓ) જોરથી બેસી દીધી. બાહરના છેડા એવી રીતે કાપી નાંખ્યા કે સૂક્ષ્મ દ્રષ્ટિથી જેનાર સિવાય કઈ જાણી પણ ન શકે. શિક્ષા કરી રાજી થતો, મનમાં મલકાત મૂઢ શેવાળ વનના પથે પો. કોને લેવાના નિશામાં એ જડાત્માએ રાચી માચીને સાતમી નર્કમાં જવા જેવા દારૂણ કર્મળને સંચય કર્યો.
જ્ઞાની પુરૂષ કહે છે કે ત્રિપષ્ટ વાસુદેવના ભવમાં, શય્યાપાળના કાનમાં ઉકળતું સીસુ રેડાવી પ્રભુ જીવે આ કર્મ ઉપાર્જન કર્યું હતું જેને ઉદય આ ભવમાં આવ્યો. શય્યાપાળને જીવ ભ્રમણ કરતો કરતે આ ગોવાળ થયો, એટલું જ નહિ પણ વેરને પ્રતિશોધ વાસુદેવના પરિણામ કરતાં પણ વધારે આકાર ભાવથી કર્યો. માઠા પરિણામથી એ તે ભવાટવીમાં પુનઃ ધકેલા પણ સમતા ધારક પ્રભુ તે કર્મ ભોગવી કળા થયા. તેથી જ કર્મ બાંધતા ચેતવાનું જ્ઞાનીઓ કહે છે. ખરું જ કહ્યું છે કે –
બંધ સમય ચિત્ત ચેતીએર, શે ઉદ્દે સંતાપ. સલુણા”
સમરસમાં લીન પ્રભુશ્રીને કર્ણોમાં શલાકા પરસ્પર સ્પર્શતા દારૂણ દુઃખ પડયું છતાં એક ચિત્કાર સરખો ન કર્યો, ધ્યાન દશાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com