________________
૮૮ ]
વીર–પ્રવચન
ઝડી મળે પણ પ્રભુશ્રીએ તપ તપવામાં જરાપણ મણું નથી રાખી. તપોવાળા પુચ તત્ ર તિ સૃતઃ' એ શ્રીમદ હેમચંદ્રસુરિનુ વચન યથાર્થ જ છે. શ્રીમહાવીર તે ખરેખર મહાવીર (મહાન યોદ્ધા) જ છે. છમાસી ૧, પાંચદિન જૂન છમાસી ૨, ચોમાસી ૯, ત્રિમાસી ૨, અઢી માસી ૨, બેમાસી ૬. દેઢ માસી ૨, માસક્ષપણ ૧૨, પક્ષક્ષપણુ ઉર, બે દિનની અવધિવાળી ભદ્ર પ્રતિમા, ચાર દિનની મહાભદ્ર પ્રતિમા અને દશ દિનની સર્વ ભદ્ર પ્રતિમા કરી. છઠ ૨૧૯, અઠમ ૧૨. એ રીતે સર્વ તપ જળ સરખું પણ વાપર્યા વિના કર્યો. માત્ર એટલા લાંબા કાળમાં પારણાના દિવસ ૩૪૯ થયા. લાગલગાટ બે દિન સાથે તે ખાધુ જ નથી. આ ઉપરથી તપની અચિંત્ય શક્તિને સાક્ષાત્કાર થાય છે. તદ્દભવી એક્ષગામી શ્રી તીર્થપતિએ પણ જ્યારે આટલી હદે તેનું આલંબન લીધું ત્યારે અન્ય માટે તે ઉત્કૃષ્ટ અવલંબન રૂપ હોય તેમાં શી નવાઈ! 'सर्व तपसा साध्यम्'
વૈશાખ શુકલ દશમીને દિવસ છે. સરિતા જુવાલીકાના તટ સમિપ પ્રભુશ્રી વિહરતા આવી પહોંચ્યાં છે. શ્યામા નામ ખેડુતના ખેતરમાં તેઓશ્રી ગોદહાસને ધ્યાનમાં લીન બન્યા છે. ધર્મધ્યાનમાંથી તેમને આત્મા શુકલમાં પ્રવેશી ચૂક્યો છે. જ્યાં તેને પ્રથમના બે પાયા પર એકાકાર વૃત્તિના તાર સંધાયા ત્યાં પ્રભુત્રીને ચાર ઘાતી કર્મોને સર્વથા ય થઈ જવાથી કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉપન્યું. છઘસ્થ હતા તે કેવળી થયા. આરાધક હતા, તે હવે આરાધ્ય બન્યા. અહત થયા એટલે દેવત્વની કક્ષામાં પહોંચ્યા. મૌનપણે વિચારી જેની પ્રાપ્તિ અર્થે અગણિત ઉપસર્ગો સહ્યા હતા, તેની સિદ્ધિ થઈ હવે અન્ય જીવોને ઉપદેશ આપવાના દ્વારા ખુલ્લા થયા એટલે કે સ્વાનુભવ જ્ઞાનને એ દ્વારા સદુપયોગ કસ્વાને તેમને ધર્મ થઈ ચૂક્ય. “સવી જીવ કરૂં શાસનરસી' એવી ભાવદયાથી અંતર ઉભરાયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com