________________
વીર-પ્રવચન
[૮૭ મુક્ત થયા બાદ ગામમાં સિદ્ધાર્થ વણિકને ત્યાં તેઓશ્રી ભિક્ષાર્થે પધાર્યા. એ વેળા તેને ખરક નામા એક વૈદ્યમિત્ર ત્યાં બેઠેલ હતા. તેને સ્વામીના ચહેરા પરથી તેમજ વાણી પરથી અનુમાન કરી લીધું કે પ્રભુ કોઈ જાતના શલ્યથી પીડાય છે. આહારગ્રહણ બાદ શ્રી મહાવીર તે ત્યાંથી વન તરફ સિધાવી ગયા. પછી ખરકે આ વાત સિદ્ધાર્થને જણાવી કે તે બેલી ઉઠશે-મિત્ર! આપણે પ્રભુનું શલ્ય દૂર કરવું જ જોઈએ; માટે ચાલો તેમની પાછળ. કાયોત્સર્ગ મુદ્રામાં સ્થિત થયેલા પ્રભુ સમક્ષ આવી ખરકે તપાસ કરતાં કર્ણમાં નાખેલી શલાકાને પત્તો લાગે. તરતજ તેના મુખમાંથી ઉફુગાર નિકળી પડ્યું કેસહદ, કેાઈ અધમે સ્વામીના કાનમાં શલાકાઓ નાંખી તેના છેડા પણ કાપી નાંખ્યા છે! મહા ભયંકર આચરણ કર્યું છે! તરત જ એ આપત્તિના નિવારણમાં જોઈતી સામગ્રી સંગ્રહિત કરવામાં આવી અને ઉભય સખાએ સાથે મળીને પ્રભુશ્રીના કાનમાંથી શલાકાઓ ખેંચી નાંખી. કેટલાક સમયથી ઉભય શલાકા પરસ્પર મળતાં તેમની આસપાસ જે માંસ બાઝી ગયું હતું તેનાથી છુટા પાડતાં એટલું તીવ્ર કષ્ટ પ્રભુને થયું કે જેથી સમતાના નિધાન છતાં તેઓશ્રીથી અચાનક અરેરાટનો ઉચ્ચાર થયે. સારૂં યે વન અને સમીપ પહાડ મહાભયથી ગાજી રહ્યા.
આમ સાડા બાર વર્ષના છવાસ્થ કાળમાં શ્રી મહાવીરે મહા વીરતા પૂર્વક કેટલાયે પ્રકારના દારૂણ અને મરણાંત ઉપસર્ગો પ્રતિકાર કરવાનું અનંત બળ છતાં, ક્ષમા ભાવથી. આત્માવલંબી બની ઉઘાડી છાતીએ ને મૂક ભાવે સહન કર્યા. એથી નવા કર્મોના સંચયને રોક્યો અને જુના જે સત્તામાં હતા તેની ઉદીરણા કરી, તેનાથી છુટકારે મેળવ્યો. ઉપસર્ગોની શરૂઆત ગોવાળથી થઈ તેમ અંત પણ તેનાથી જ આવ્યો.
ખરી ખૂબી તો એ સમાયેલી છે કે એવા એવા ઉપસર્ગોની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com