________________
વિર–પ્રવચન
( [ ૮૯
દેવોએ સમવસરણ રચ્યું, પ્રભુશ્રીએ તેમાં બિરાજી દેશના દીધી, છતાં કેઈને વિરતીના ભાવ ન થયા, ત્યાંથી પ્રભુ ત્વરિત વિહાર કરી રાજગૃહ નગરના મહસેન વનમાં આવી સમસર્યા, અહી સેમિલ’ દ્વિજને ત્યાં મેટો યજ્ઞ ચાલતો હતું જેમાં મોટા મોટા પંડીતે એકઠા મળ્યા હતા. આમ આ વિદ્યાવારિધિઓ એક એકની સ્પર્ધા કરે, એવા છતાં પ્રત્યેકના હૃદયમાં કંઈ ને કંઈ સંશય ઘર કરી બેઠે હતે.. . ઘમંડથી કિવા પંડીતાઈમાં ઉતરી જવાના ભયથી પરસ્પર એનું સમા-. ધાન કરવાની કેઈએ તસ્દી લીધી નહોતી. એમની સંખ્યા અગીઆરની હતી, જેમાં ગૌતમગોત્રી ઈદ્રભૂતિ મુખ્ય મનાતે.
એ સમયને ઈદ્રભૂતિ એટલે ગર્વના શિખરે ઉભેલ અને બીજાની વિદ્વતાને જરામાત્ર ન સહી શકે તેવો સ્વજાતને પંડીત શિરોમણિ માનતા અને સર્વજ્ઞની કટિમાં મૂક્ત માનવી! જનતાના મુખે દેવકૃત સમવસરણ ને પ્રભુશ્રી મહાવીરની વાત સાંભળતાં જ તેને ગુસ્સે હદ ઉલંધી ગયે. યજ્ઞવિધાન બાજુ પર રહ્યું અને મન ક્રોધના ઘટાટોપથી ધમધમી રહ્યું. પોતે બેઠાં છતાં અન્ય સર્વ પદ ધારીજ કેમ શકે? અરે એ સાંભળ્યું જાય જ શી રીતે ? અરે મૂઢ માનવી એનાથી છેતરાય પણ આ તો વિબુધે ઠગાયા ત્યાં ધિરજ ધરાય જ શી રીતે ? કેાઈ પણ રીતે પ્રથમ એ વાદીને પરાજ્ય કરવો જ જોઈએ, એમ નિરધાર કરી પાંચસો જેટલી સ્વશિષ્યસંપદા સાથે ઈદ્રભૂતિ ચાલી નિકળ્યા. પોતાની સત્તા ને શક્તિ માટે માર્ગે બહુ વિચાર્યું. પણ જ્યાં સુરકૃત સિંહાસન પર બેસી ઉપદેશામૃતનું પાન કરાવતી શ્રી ચરમ છનની સૌમ્ય આકૃતિ દષ્ટિયે પડી, ત્યાં એકદમે મદ ગલીત થઈ ગયો. મુદ્રા જોતાં જ આમોદ ઉદ્દભવ્યો. ત્યાં તે “હે ગૌતમ ઈંદ્રભૂતિ! તું સુખપૂર્વક આવ્યો.” એવા કર્ણને પ્રિય સ્વ સંભકળાયા. એ આગળ વધ્યા ને જ્યાં ઉત્તર આપવા યત્ન કરે છે. ત્યાં તે પુનઃ મીઠી વાણીમાં “મહાનુભાવ, તારે જીવને સંશય રાખવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com