________________
વીર-પ્રવચન છે.
[૭૭ અતિ મહાભારત નથી. આજે પણ નિષ્ણાત ચિકિત્સક સાધનો દ્વારા તે વિનાદેશે કરી શકે છે.
અ કહી લેવું ઉચિત છે કે કેટલાક લેખકે, સ્વબુદ્ધિના ગૌરવમાં વિહરી, આ ગર્ભહરણમાં તેમજ બીજા કેટલાક પ્રભુશ્રીના ગૌશા-- લિક સાથના પ્રસંગમાં શ્રદ્ધા ધરતા નથી, અને તેને કલ્પિત કહેવા તૈયાર થાય છે, એમાં તેઓની ઉતાવળને અલ્પબુદ્ધિ જ તરી આવે છે કેમકે આ વસ્તુઓ જે જૂદા જૂદા દૃષ્ટિબિન્દુઓથી વિચારવામાં આવે તે સહજ ગળે ઉતરે તેવી છે. એમાં અતિશયતા જેવું કંઈજ નથી. કર્મની શક્તિ અચિંત્ય છે અને એ નિયમે પુગલમાં અજબ શક્તિ છુપાયેલી છે. કિમિયાગર દ્વારાજ તે દ્રષ્ટિને વિષય થઈ શકે છે. વળી પૂર્વકાળના ભવભીરૂ ને અનુપમ પ્રભાવી ભદ્રબાહુ સ્વામી, સિદ્ધસેનજી, હરિભદ્રસૂરિ, હેમચંદ્રસૂરિ જેવા પ્રબળ મહાપુરૂષો એ વાત સ્વીકારે છે તો પછી આપણું સરખા કુછ બુદ્ધિ જીવો માટે શ્રધ્યેય હોય તેમાં આશ્ચર્ય જેવું છે પણ શું! બસો વર્ષ પૂર્વેના. માનવીને કેઈએ એમ કહ્યું હોત કે મુંબાઈ બેઠા અમદાવાદમાં રહેનાર સાથે વાતચિત થઈ શકે છે તો તે વખતે શું એ ખરૂં માનત? છતાં આજે આપણે નજરે નજર એ બનતું અનુભવી રહ્યા છીએ. એ ન્યાયે કેટલીક બાબતે જે આજે આપણને કલ્પનાને વિષય લાગે તે એ વેળા સહજ હોય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવના પરિવર્તનમાં કઈ પણ અશક્ય જેવું નથી.
ક્ષત્રીકુંડ નગરના સ્વામી સિદ્ધાર્થની રાણું ત્રીશલા દેવીની કુક્ષીમાં બાકીને સમય વ્યતીત કરતાં અવધિજ્ઞાન યુક્ત રહ્યાં. એ. દરમીઆન માતા પિતા પ્રત્યે અસીમ સ્નેહ જોઈ ભક્તિથી આકર્ષાઈ, વળી બીજા સંતાનોને જનેતા પ્રત્યે ભક્તિવંત થવા રૂપ ઉદાહરણ પુરું પાડવા, માતાપિતાની હૈયાતિમાં સંયમ ન સ્વીકારવો એ અભિગ્રહ લીધે. આ પ્રતિજ્ઞા કરવામાં ચારિત્ર માટે ભાવની ખામી હતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com