________________
-
-
૭૬ ] કેટલો આગળ આવી ગયું અને સત્તાવીશમા ભવે ક્યાં પહોંચે તે હવે જોઈએ.
દશમા સ્વર્ગમાંથી નયસાર જીવ સત્તાવીશમાં ભવે ભરતક્ષેત્રમાં આવેલા બ્રાહ્મણ કુંડ નગરવાસી રૂષભદત્ત દ્વિજને ઘેર, ભાર્યા દેવાનંદાની કુક્ષિમાં ચ યાને ગર્ભપણે ઉત્પન્ન થયો. નીતિકારોએ પઠન પાર્નના નિયમને અનુલક્ષી ચારવર્ણમાં બાહ્મણ જાતિને અગ્રપદ આપેલું છે છતાં, સ્વભાવ પર લક્ષ આપતાં એ ક્રમ ફેરવે છે એટલે પ્રાયે એ જાતિને માંગણુ સ્વભાવ ગણાય છે, એનામાં ક્ષાત્રતેજ કે સ્વાશ્રય ઓછો દેખાય છે એથી ધર્મપ્રવર્તકમાં નેતૃત્વ ક્ષત્રિય જાતને ભાગે જાય છે. કહેવામાં આવ્યું છે કે “બળદેવ. વાસુદેવ ચક્રવર્તી કે તીર્થકર જેવા લાઘનીય પુરૂષોને જન્મ ઉચ્ચ મનાતા ક્ષત્રિય કુલોમાં
જ થાય છે, તે પછી નયસાર છવ કે જે આ ભવમાં શ્રી મહાવીર - તરિકે ચરમજીન થવાના છે તેઓનું આગમન જિગૃહે કેમ? સિદ્ધાંત કારે તેને તેડ આતા કહે છે કે “તે છ મરિચી ભવે કુળમદ કરી જે નીચગોત્ર કર્મ ઉપાર્જન કર્યું હતું, તેને અવશેષ વેદવે બાકી રહ્યો હતો જેથી તેમને કમ ધોરી માર્ગથી વિપરીત થયે. નાચી કુદીને તીવ્રતમ કર્મ બાંધવાથી આટલી હદે એને વિપાક ભોગવવો પડે છે!
એમણે આ બેગ કેવળ ખ્યાશી અહોરાત્ર વેદવાનો હતે, વળી સિદ્ધાતિના મત મુજબ તીર્થકર આદિ મહાપુરૂષો કર્મવશાત્ બ્રાહ્મણ આદિ માંગણ કુળમાં ગર્ભપણે ઉપજે છે છતાં તેમને જન્મ એ ઘરમાં થતું નથી, કેમકે શકેંદ્રનો એ આચાર છે કે આવા સંજોગોમાં તે ગર્ભની ફેર બદલી કરે છે. જ્યારે આ બનાવ બને છે ત્યારે વિશ્વ પર એ આશ્વર્ય તરિકે મનાય છે. વારે ઘડીયે આવા આશ્ચય ઉદ્દભવતા નથી, એ તે અનંત કાળે એકાદ વાર બની જાય. દેવેંદ્ર શક્તિ પ્રભાવે આ કાર્ય એવી રીતે કરી દે છે કે સામાન્ય પ્રજ્ઞાવત માનવીના જાણ્યામાં પણ એ આવતું નથી. વળી ગર્ભની બદલી જેવું કાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com