________________
વીર પ્રવચન
[૭૧
પણ ભવિતવ્યતાએ બાજી પલટી, રાજપુત્ર કપિલને અચાનક ગ મરિચીને થયો. તત્ત્વની વિચારણું ઉભય વચ્ચે શરૂ થઈ. કપિલને સંયમના ભાવ થયા એટલે મરિચીએ સ્વશિથિલતા દર્શાવી પ્રભુના પંથમાં જવા સુચવ્યું. પણ આ તામસી સ્વભાવી રાજપુત્ર એકદમ માને તેવો નહોતો, એણે સામો પ્રશ્ન કર્યો–“ત્યારે શું તમારા માર્ગમાં સર્વથા ધર્મ નથી જ ?”
અણીને સમય આવી પડ્યો. ખરી કસોટીની પળ! એ ઉત્તર ઉપર જ ઘોર વાદળ ઘેરાયું, મરિચીને યાદ આવ્યું કે મારે એકાદા ચેલાની અગત્ય હતી તે આજે આ મળી ગયો. લાલસા કિંવા હણહારે લક્ષ્ય ચૂકાવ્યું. જવાબમાં “અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે” એવું સંદિગ્ધ વચન કહ્યું. જ્ઞાનીઓ કહે છે કે-એ ઉસુત્ર વચન કહેવાય. એટલે કેટકેટિ પ્રમાણ સંસાર ભ્રમણ એથી વધ્યું. વાત સમજાય તેવી છે કે પ્રથમજીનના સમયમાં થયેલા નયસાર જીવ (મરિચી) ને એટલું બધું ભટકવું પડ્યું કે જે ગાળામાં બીજા બાવીસ તીર્થંકર થઈ ગયા. એટલે કે સંયમ માર્ગરૂપી, શીવ સુંદરીના પ્રાસાદની ચાવી હાથ આવ્યા છતાં પ્રમાદવશથી એને એવી રીતે ગુમાવી દીધી કે જે સત્વર હાથ લાગી જ નહિ.
મરિચી કાળ કરી દેવ રિદ્ધિના ભોક્તા થયા, પછી તે જે નવિન વેશના એ નિર્માતા હતા, જેના પર એમની મૂછ હતી, તેની એમણે પ્રાપ્તિ થવા માંડી. પાંચમા અને છઠ્ઠા ભવમાં દ્વિજ કુળમાં જન્મી પ્રતિ ત્રિદંડી થયાં ને ચીરકાળ પર્યત એ સાધનામાં રત રહ્યાં. સાતમે દેવભવ કરી પાછા આઠમામાં એજ દિજ ને એજ ત્રિદંડીકપણું! એને ક્રમ નવમાથી પંદરમા સુધી ચાલુ રહ્યો! અહીં જોવા-સમજવાની વાત એટલી જ છે કે જે પર મૂછ-વાસના ચેટી તેની પ્રાપ્તિ પુનઃ પુનઃ થયા કરે છે. વળી ત્રિદંડી જીવનમાં કષ્ટ ને અજ્ઞાનતપ ઓછાં નથી આચરતાં પણ એની ફળ પ્રાપ્તિ પાંચમા દેવલોકથી આગળ નથી જઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com