________________
૭૦]
વીર–પ્રવચન
-
મરિચી વિચારે છે કે અહે, મારું કુળ કેવું ઉત્તમ! અરે એની ઉચતા તે વર્ણનાતીત છે કેમકે એ ઈક્વાકુવંશમાં, અરે એ નાભિ વંશમાં મારા દાદા એવા ઋષભદેવ એ આ અવસર્પિણી કાળમાં થનાર ચોવીસ તીર્થંકરોમાંના પ્રથમ તીર્થપતિ! મારા પિતા એવા ભરતરાજ એ ચક્રવર્તી રૂપ દ્વાદશીના પહેલા ચક્રી, અને તેમને પુત્ર હું, આ ભારતી માતાના કંઠમાં શોભતી નવશેરી માળાના મણિએ તુલ્ય વાસુદેવમાં પ્રથમ વાસુદેવ ! ધન્ય છે તે વંશને કે જેમાં આવા ઉત્તમ કેટિના આત્માઓ જન્મ ધારણ કરે છે. અરે, દૂર જવાની શી જરૂર છે? જુઓને મારે જ એ ત્રણ પદવીઓને ભેગ લખાયેલે છેને વાસુદેવ ચક્રવર્તી અને તીર્થપતિ રૂપ, આ વિશ્વમાં મનાતી મહાન પદવીઓનું ત્રિક મને પ્રાપ્ત થવાનું. ખરેખર મારી કુલીનતાની તોલે કઈ આવી શકે તેમ જ નહિં. મારા સરખું ઉંચ કુલીનપણું ભાગ્યે જ કોઇને પ્રાપ્ત થયું હશે !
• આ સાધારણ પ્રકારની વિચારણા ન હતી, પણ “હુંપણને’ અભિમાન હતા તેથી જ્ઞાની પુરૂષ કહે છે કે મરિચીએ કુળને મદ કરી અહીં જ “નીચગોત્ર’ કર્મને દાણુ બંધ બાંધે. જેની તીવ્રતા એટલી ઉગ્ર હતી કે ભાગવતા અવશેષ રહેલ દળિયા ખુદ તીર્થકર ભવમાં પણ ઉદય આવ્યા. તેથી જ જ્ઞાનીઓ “બંધ સમયે ” ચેતવાનું કહે છે.
આગળ ચાલે. કમેં મારેલા સખત ફટકાની વાત તે હજુ હવે આવે છે. ત્રિદંડી મરિચીએ સાધુઓ સહ વિહારતે ચાલુ રાખ્યો હતો પણું ચારિત્રમાં શિથિલ હેવાથી એ સાધુ મહાત્માઓ તેમની કઈ પ્રકારની શુશ્રષા કરી શકે તેમ ન હતું. આવી સ્થિતિમાં એકદા મરિચી માંદા પડી ગયા ત્યારે તેમને પોતાની શુશ્રુષા કરે તેવા એક શિષ્યની આવશ્યતા જણાઈ આવી. આમ છતાં સાજા થયા એટલે પેલી વાત સ્મૃતિપટમાંથી ભુંસાઈ પણ ગઈ અને બેધનું કાર્ય પૂર્વવત ચાલવા લાગ્યું. ધર્મ તે પ્રભુના માર્ગમાં છે એ દષ્ટિબિંદુ હજુ પર્યત અણુવિસર્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com