________________
૭૨ ]
વર-પ્રવચન
શક્તિ, એથી જ જ્ઞાનપૂર્વકની કરણીને મૂલ્ય જ્ઞાનીઓએ વધારે દર્શાવ્યા છે. અસ્તુ. - સોળમા ભવમાં વિશ્વભૂતિ નામા યુવરાજ પુત્ર થયા. કર્મના પાતળા પડવાથી કિવા સંચિત કરેલી વાસના, ઘટવાથી અંતરાય કર્મ તૂટવાથી–અતિ બળાત્ય દશાવાળા વિશ્વભૂતિએ ભાગવતી દીક્ષા લીધી. મા ખમણ જેવા તીવ્ર તપથી કર્મ ઈધનને બળતાને, જેમનું શરીર તપતપીને શુષ્કપણુને પામ્યું છે એવા તે તપસ્વી, પારણે એક વેળા મથુરામાં ગેરીએ જઈ રહ્યા હતાં. અચાનક દેડતી ગાયના ધક્કાથી ભૂમિ પર પડી ગયા. બનેલું એમ કે તેમને જ પિત્રાઈ ભાઈ વિશાખનંદી ત્યાં જાનમાં આવેલે તેને આ નજરે દીઠું. તરત જ તેની સ્મૃતિમાં સંસારાવસ્થામાં વિશ્વભૂતિએ માત્ર એક મુષ્ટિપ્રહારથી સારાયે કોઠના વૃક્ષના કેઠા નીચે પાડેલાં તે બળવાન દશા તાજી થઈ એટલે એને હસવું આવ્યું, સહસા બેલી જવાયું કે તમારૂં તે શૌર્ય ક્યાં ગયું?
બસ! પાછી પરિસ્થિતિ બદલાઈ ગઈ! પુનઃ એકવાર આંતર યુદ્ધમાં કર્મ રાજને વિજય થયો. તપસ્વી, ભાઈના ચંગે સ્વધર્મ ભૂલ્યા ! ક્ષમા વીર મૂવમ્' રૂપ મુદ્રાલેખ વિસરી જઈ, ગર્વે ભરાણા. તપનું અરણ ક્રોધ કહેવાય છે, તેના પાશમાં પડ્યા. અહિં સાના ફીરસ્તા મટી વૈરના શોધક બન્યા. લાગલાજ ગાયને પકડી પાડી શીંગડા પકડી તેને આકાશમાં ભમાવતા સ્વ પરાક્રમની પ્રતિતી કરાવવા લાગ્યા. એટલું અધુરૂં હોય તેમ પાછું ત્યાં તપબળે અતિ બળવાન થવાનું નિયાણ કર્યું. સમજુ છતાં ભાન ભૂલી મૂઢ બન્યા ને એ રીતે કાચના ટુકડા માટે હાથમાં આવેલ ચિંતામણું રત્ન ગુમાવી દીધું. કિનારે આવ્યા ન આવ્યા ત્યાં તે પાછા ભર સમુદ્ર તણાયા ! એજ ભાવિ! કરેલ તપ નિષ્ફળ જતા જ નથી. સત્તરમે ભવે મહાશુક્ર દેવલેકે દેવ થયાને નિયાણાના પ્રતાપથી અઢારમા ભવમાં પતનપુર નગરમાં પ્રજાપતિ રાજાને ઘેર કે જેમણે રૂપથી અંધ બની સ્વપુત્રી મૃગાવતીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com