________________
વીર-પ્રવચન
[ ૭૩
-
-
-
પિતાની ભાર્યા બનાવી હતી તે મૃગાવતીની કુક્ષિએ પુત્ર પણે અવતર્યા, માતાએ સાત સ્વપ્ન જોયા હતાં એટલે કે બળદેવને જન્મ પ્રથમ થયેલ હોવાથી આ પુત્ર વાસુદેવ થશે એવાં નિમિતરોના વચન ખરાં થયાં. પુત્રના લક્ષણ પારણામાંથી જણાય” એ ઉકિત અનુસાર વાસુદેવ ત્રિપૃષ્ટ બાળપણથી પરાક્રમે દેખાડવા લાગ્યા. એ વાત ઉડતી અશ્વગ્રીવ નામા પ્રતિવાસુદેવના કર્ણપર પહોંચી. રાજ્ય સંપત્તી એકઠી કરતાં જેનાં પળીયાં પણ સફેદ થઈ ચુક્યા છે એવા તે વૃદ્ધ રાજવીને શંકા થઈ કે આ બાળ ત્રિપુષ્ટ મારું આધિપત્ય ખુંચવી તે નહિં લે! ત્યારથી જ તેને મારવાના ઈલાજે લેવા માંડયા, પણ દૈવને તે મંજુર ન હોવાથી સર્વે પ્રયાસો વિફળ નિવડ્યા. “કેલ દે ને ભોરિંગ ભગવે” એ કહેતી અનુસાર સારી જીંદગી સુધી મહેનત લઈ રાજ્યરિદ્ધિ સંપાદન કરી, જ્યાં પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ શાંતિથી ભોગવવાને વિચાર કરે છે ત્યાં તો શાશ્વત કાનુનની અટલતા ઉપસ્થિત થાય છે અને વાસુદેવના હસ્તે પંચત્વ પામે છે. એ રીતે ત્રિપષ્ટ અર્ધ ભારતને સ્વામી બને છે. એ વેળા એની સત્તાને કે સર્વજયી તરીકે વાગી રહે છે, મનમાન્યા ભોગો ભોગવતાં એ નિયાણ કરનાર આત્મા આરંભ સમારંભ પ્રતિ કે કર્તવ્યાકર્તવ્ય તરફ અથવા તે પુન્ય પાપ સામે જરાપણ દ્રષ્ટિ ફેંકતા નથી. સ્વછંદી જીવન ગાળે છે. અને અવણય નાદિરશાહી વાપરે છે. કાયદે તો તેની જિવાના ટેરવે રમત હોય છે!
એકજ પ્રસંગ લઈએ. શયાપાળે સંગીત રસમાં લીન બની વાસુદેવ નિદ્રિત થયા છતાં વાઘવાદન ચાલુ રખાવવા રૂપ કાર્ય કરી, આજ્ઞાનું ઉલંઘન કર્યું. અચાનક ત્રિપુષ્ટ જાગી ગયા. આ કાર્ય જોતાંજ શયાપાળ પર તેને ક્રોધ અમાપ વહી રહ્યો. પિતાની આજ્ઞાને ભંગ’ એ એણે મન એટલે મે ગુન્હો થઈ પડ્યો કે ઉકળતું સીસુ શવ્યાપાળના કાનમાં રેડાવી બદલે લીધે અર્થાત્ મરણાંત શિક્ષા કરી.
ટુંકમાં કહીએ તે દારૂણ કર્મ સંગ્રહ વાસુદેવના ભવમાં કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com