________________
વીર–પ્રવચન
[૪૫
====
રહેવાનાં ને! આવી સહજ શંકાનું સમાધાન આપતાં તીર્થપતિએ ભરત પ્રતિ કહ્યું કે એમ ન સમજ હાર માટે તે આખું શ્રાવકશ્રાવિકા યાને સ્વધર્મી બંધુરૂપ ક્ષેત્ર પડ્યું છે. એની યથાશક્તિ શુશ્રુષા જરૂર કર. એમાંથી જ તીર્થકરો ગણધરો કિવા મુનિવરો અને સાહુણીઓ વિગેરે સર્વ પાકવાના છે. એના વડેજ ચૈત્ય પ્રતિમા જ્ઞાન, અને તીર્થ આદિની રક્ષા થવાની છે. એમાં ખર્ચાતી લક્ષ્મીને સમાવેશ. સુપાત્ર દાનમાં જ થાય છે.
તરત જ ચક્રીએ રસોઈઆને આજ્ઞા આપી દીધી પણ વિવિધ રસવતીના મેહે અને વિના પરિશ્રમે પ્રાપ્તિ થતી હોવાથી દિવસનું દિવસ સંખ્યા વધતી જ ચાલી ! ભક્તિ બાજુ પર રહી ગઈ અને યાતના વધી પડી. વિચાર કરતાં ભૂપતિને આ માર્ગ વિવેકભર્યો ન લાગ્યા. ઉદ્યમ વિના માત્ર ભોજન લાલસા એ તે જીવન બિગાડનું કારણ જણાયું. તરત જ તેમણે અધ્યયન સારૂં ચાર વેદની પેજના ઘડી. પ્રતિદિન જમનાર માટે એનું પઠન પાઠન આવશ્યક ઠરાવ્યું. વળી. તેઓએ નિતિ મવાનું વધતિ મય તા આદિ માન” રૂપી શ્લોક પિતાને (ભરત મહારાજને) સંભળાવીને જ ભોજનશાળામાં જવું એવો કાનુન કર્યો. વળી તેમના શરીરે કાકિણી રત્નવડે. “જ્ઞાન, દર્શન, ચારિત્ર” રૂપ રત્નત્રયના ભાવસૂચક ત્રણ રેખાઓ કરી કે જેથી એમાં અધિકાર વિના અન્ય કોઈ ઘુસી શકે નહીં અને રસોયાને ઓળખાણ પડતાં વાર પણ ન લાગે. આ રીતે જ્ઞાનાર્જનમાં રક્ત રહેનાર એક નવો વર્ગ ઉભે થયે જે જતે દિવસે “માહન” તરિકે
ખ્યાતિ પામ્યો જેનું સમય જતાં “બ્રાહ્મણ રૂપમાં પરિવર્તન થયું. ભરતરાજ ચેજિત વેદના નામ. (૧) સંસારદર્શન, (૨) સંસ્થાપન પરામર્શ, (૩) તત્વાવબોધ, (૪) વિદ્યાપ્રબોધ હતાં. પણ પાછળથી તેમાં ઘણું ઘણું મેળમૂક કરવામાં આવી. કુદરતી બને છે તેમ શરૂઆતમાં સારું કાર્ય પરંપરામાં ઓછી સમજથી કિવા પોતીકી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com