________________
૫૦]
વીર-પ્રવચન
ત્યારે શ્રાવસ્તી નામા નગરીમાં છતારી રાજવીની સેનાભિધાના રાણીની કુક્ષિએ ત્રીજા જન સંભવદેવને જન્મ થયો. દેશમાં સખત દુકાળ પડ્યો હતો પણ પ્રભુ ગર્ભમાં આવ્યા બાદ અણચંતવ્યો પૃથ્વી પર ધાન્યને સંભવ થવાથી સુવર્ણ વર્ણની કાંતિથી દીપતાને અશ્વના ચિન્ડથી અંકિત થયેલા પુત્રનું નામ સંભવ સ્થાપવામાં આવ્યું.
શતકને સહસ્ત્રકાનાથી પણ અતિ મોટી સંખ્યામાં વર્ષોના વહાણું વાયા બાદ અયોધ્યામાં સંવર નામા નૃપ અને સિદ્ધાર્થ નામ રાણીને ઘેર ચોથા જન અભિનંદનને જન્મ થયો. પ્રભુના ગર્ભે આવ્યા બાદ શદ્ર વારંવાર સિદ્ધાર્થ માતાની સ્તુતિ કરી જતાં હેવાથી. એને ગર્ભને પ્રભાવ માની. સોના સમી દેહલતાવાળા બાળકના નામ કરણ સંસ્કાર કાળે “અભિનંદન” એવું ગુણસંપન્ન નામ રાખવામાં આવ્યું.
પાંચમા સુમતિનાથનું જન્મસ્થાન પણ એજ પવિત્ર પુરીમાં નિર્માએલું. પિતાનું નામ મેઘરથ અને માતાનું નામ સુમંગળાદેવી, પ્રભુશ્રીનું નામ સુમતિ રાખવામાં, તેમના ગર્ભમાં આવ્યા બાદ રાણીએ તેલ નિમ્નલિખિત ન્યાય-નિમિત્તભૂત હતો. એકદા એક વણિક શ્રેષ્ટિના અવસાન બાદ એની ઉભય સ્ત્રીઓ મિલ્કત અર્થે, લડવા લાગી. નાની સ્ત્રીને પુત્ર થયું હતું જ્યારે મોટી વાંઝણી હતી, છતાં બાળકને ઉછેરવામાં ઉભયે ભાગ લીધો હોવાથી ભાગ્યે જ કોઈ જાણી શકતું કે આ બાળક અમુકને જ છે. પણ હવે તો હક્કને મુદ્દો ઉપસ્થિત થવાથી આખરે તકરાર રાજદરબારે આવી. બન્ને પુત્રની માતા થવાને દાવો કરવા લાગી. કેવી રીતે ન્યાય તેળવો એ એક ગૂઢ પ્રશ્ન થઈ પડ્યું. આખરે આ વાત અંતઃપુરમાં જઈ પહોંચી. ગર્ભ પ્રભાવથી રાણીને એનું નિરાકરણ કરવું સહજ લાગવાથી. પડદો નંખાવી તે દરબારમાં આવી બેઠી. તરતજ દરેક વસ્તુઓને સરખે ભાગે વહેંચણી કરવાની આજ્ઞા કરતાં પુત્રના પણ બે સરખા કટકા કરવા કહ્યું. આ સાંભળતાં જ પુત્રની ખરી માતાના હોશકોશ ઉડી ગયા. તેણીને પુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com