________________
વીર-પ્રવચન
[૬૧
દુભવવા નહોતા ઈચ્છતા. માતાપિતાની આજ્ઞા એમને મન અનુલંઘનીય દિવાલ સમ હતી, “વિનય વડે સંસારમાં એ તેમને મુદ્રાલેખ હતા. વિશ્વ કલ્યાણ એ તેમનું ધ્યેય હતું, એટલે તેઓશ્રી અતિ મીઠાશભરી ગિરામાં કહેવા લાગ્યા
માતુશ્રી ! મળ-મૂત્રથી જેના ગાત્ર દુધ મારી રહ્યા છે અને જેમાં કેવળ માંસના લોચા અને લેહી ભરેલું છે એવી માનુષી સ્ત્રીને મને મોહ નથી રહ્યો. મારું મન માત્ર એવાદેહ વગરની મુક્તિ સુંદરીમાં રત હોવાથી, પાણિ ગ્રહણ સારૂ આગ્રહ ન ધરે. વળી મારે રાજેમતી સહને પ્રેમ કંઈ આજ કાળને નથી. એ સ્નેહગ્રંથી બંધાયાને. આજે આઠ ભવન વહાણું વઈ ચુકી, નવમાન ઉષાકાળ ઉગે છે. જે ભોગ વિલાસ અર્થે આપ શિક્ષાદઈ રહ્યા છે, એને અમો ઉભય ભોગવીને હવે ધરાઈ ચુક્યા છીએ. અમને હવે તેના કેડ નથી રહ્યા!. એની રસવૃત્તિ જ ગ્રીષ્મકાળ વેળાની સરિતા સમી શુષ્ક બની ગઈ છે! અરે જ્યાં ભેગાવલિ કર્મ જડમૂળથી ભગવાઈને કુચાપાણી થઈ ગયું છે કિંવા નષ્ટ થઈ ચુકયું છે ત્યાં પછી એમાં દિલ કયાંથી લાગે ? અમારા ઉભયને નવમો ભવ આટલા ઈશારારૂપ દંપતીજીવનનો હતો. તમારે જેવા વૃદ્ધ અને સમજુ પુરૂષ આટલા સ્પષ્ટીકરણ પછી, પુનઃ મને કર્મની કાંટાજાળમાં ફસાવાની સલાહ તે નાજ આપે!
પ્રભુમુખથી આ વ્યતિકર (વૃતાન્ત) શ્રવણકરતાં જ પ્રેક્ષકગણું આશ્ચર્યાન્વિત થઈ ગયો. ચીરકાળના પ્રેમીઓના જીવન-ચરિત્ર સામે સૌના જીવન ઝાંખા પડ્યા. આગ્રહ-પ્રત્યાગ્રહના ચઢેલા પૂર આપોઆપ ઓસરી ગયા. નેમીકુમાર સુખે પાછા ફર્યો.
વરસીદાન આપી સમય થતાં આગાર ત્યજી અનગાર બન્યા. બાળબ્રહ્મચારી શ્રમણપ્રભુ અરિષ્ટનેમીને ઉપસર્ગોની શ્રેણીને નતો સામનો કરવો પડ્યો કે નતે કષ્ટપરંપરાને પાર પામવો પડશે. અલ્પ કાળમાં જ રેવતાચળ પર્વતના સહસ્ત્ર આમ્રવનમાં કેવળજ્ઞાનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com