________________
વીર-પ્રવચન
નિકળી પડ્યા. અશ્વારોહી રાજકુમારને આવતાં જોઈ લેકેએ બાજુ પર ખસી માર્ગ આપો. પ્રભુએ તાપસ સન્મુખ આવતાં જ જોયું કે જેના સકળ અંગે પર રક્ષાની રેખાઓ કેવળ આભૂષણની ગરજ સારે છે, જેને માત્ર એક કૌપિન ધારણ કર્યું છે, અને જેની સામે કાષ્ટની ધૂણીના ના ગોટેગેટ પ્રગટ થઈ ગગન માર્ગે ગતિ કરી રહ્યા છે, એ એક માનવી, પોતે કલ્પેલા ધર્મકાર્યમાં લીન બને છે. અવધિ જ્ઞાન તે જેને જન્મતાં સહેદર રૂપ મળ્યું હોય છે તેના ઉપયોગથી પ્રભુએ દીપર ગોઠવેલા કાષ્ટના પિલાણમાં એક નાગને બળતે દીઠે. તરત જ કરૂણાનિધિ પ્રભુએ આ વાત સુણાવતાં અજ્ઞાન કષ્ટથી વિરમવા જેગીને કહ્યું, પણ હઠાગ્રહી જેગી કે જેનું નામ કમઠ હતું તેને આ વાત ખરી ન માનતા, વધારામાં પ્રભુને ઉપાલંભ દેવા માંડે કે “તમે રાજકુંવર છે એટલે કેવળ અશ્વ ખેલાવવાનું જાણે છો! તમને ધર્મની વાત ન સમજાય !”
પાર્શ્વ કુમારે તરત જ નેકર દ્વારા એ બળતા, પિલણવાળા લાકડાને બહાર ખેંચી કઢાવ્યું કે તરત જ તેમાંથી એક તરફતે નાગ બહાર નિકળી પડ્યો. મરવાની અણી પર આવેલા એને પ્રભુએ સેવક દ્વારા નમસ્કાર મંત્ર સુવ્યો. ઉપકારી સામે નયન માંડી રહેલા એ તિર્યચે સદ્દબુદ્ધિથી એનું શ્રવણ કરી નાગકુમાર દેવનિકાયના સ્વામી પદની પ્રાપ્તિ કરી. એનું નામ ધરણેદ્ર.
આ તરફ સત્ય પરિસ્થિતિને ફેટ થતાં તાપસ કમઠ ઝંખવાણે પડી ગયે. પાર્શ્વ કુમાર તે નગર તરફ પાછા ફર્યા છતાં જનતા, તેમની શૈશવાવસ્થાની આ જ્ઞાન શક્તિથી આશ્ચર્ય પામી-શેરીએ અને ચૌટે, પુરમાં ને ઉદ્યાનમાં-સર્વત્ર તેઓશ્રીની પ્રશંસાના સુર પુરવા લાગી. અજ્ઞાન કષ્ટથી દેહને તપાવે છે એવા કમઠથી આ સહ્યું ન ગયું. તેને ધાનળ ભભુકી ઉઠે છતાં નગરમાં તેનું કંઈ ચાલે તેમ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com