________________
વીર–પ્રવચન
દ૨] પ્રાપ્તિ થઈ. સાતા બન્યા.
કલેકના સર્વ સ્વરૂપને પૂર્ણપણે જાણનાર અપૂર્વ
જળ વિહણી માછલ્લી સમી રામતીને શ્રીમના પાછા ફરવાથી અમાપ દુઃખ થયું. હૃદય માનુષીનું ને! વળી એવું જ કંઈ તેણીને પ્રભુ જેવું જ્ઞાન હતું! આમ છતાં આઠભવની પ્રીત એ તે કંઈ જેવી તેવી હૈય? બાહ્યથી શ્રીનેમિતે પસાર થઈ ગયા હતાં છતાં તેણીના હૃદયમાં નેમ સિવાય હતું પણ શું? ત્યાર પછી એ મહા સતીને ન ગમ્યા સ્વાદુ સલિલ કે ન રૂઓ મિષ્ટ પકવાન ! ઘડીભર એ મહાદેવીએ ન લીધી સુંદર સેજ પર સુખભરનિદ્રા કે મુહૂર્તમાત્ર ભેગા આનંદ. ખરેખર એ દિવ્ય પ્રેમી લલનાને મન અરિષ્ટનેમિ ભરથાર જ હતા–કયારે, કૈવલ્ય પામે ને પિતે તેમની સમક્ષ ઉપસ્થિત થઈ તેઓશ્રીએ જે માર્ગ સ્વીકાર્યો તે ગ્રહણ કરે એજ એક માત્ર તાલાવેલી લાગી હતી. સ્નેહના મહાસાગરમાં મેટી મોટી સફર ખેડી ચુકેલા એ મહામાયાને કઈ છીછરા એવા માનવી જીવનના ક્ષુદ્ર મેગેની આશા, બિંદુ માત્ર પણ નહોતી. ભિન્ન હો હોવા છતાં જે અદ્યાપિ સુધી એક રૂપ થઈ રહેલાં તે જૂદા કેમ રહે ? ક્યાં લગી રહે ? એજ એક ખટકે હતા? છતાં સ્વામી નેમ છસ્થ હોય ત્યાં લગી અન્ય ઇલાજ પણ નહે. કેવલી થયા વિના તેમની શિષ્યારૂપે તે સ્વીકારી શકે તેમ હતું જ નહિ.
જ્યાં અરિષ્ટનેમિ ભગવાન થયાનું કાને પડ્યું કે પછી તે એક ક્ષણ પણ તેમને ભવું ભારે પડયું. રાજુલ હવે ભગવતી રાજે મતિ થવામાં છે વિલંબ ધરે ? ઝટ પહોંચ્યા સહસ્ત્ર આમ્રવનમાં; અને પાણિ ગ્રહણ કર્યા વિના તરછોડી ગયેલા નાથને હાથ ફરજીયાત શીર પર રખાવ્યો.
| દિવ્ય પ્રેમી કાન્તાએ પતિવ્રતના કાનુન અનુસાર સત્ય રીતે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com