________________
વીર-પ્રવચન
[ ૬૫
હેતું એટલે વિલ થઈ ત્યાંથી વજે માપી ગયો; અને પાર્શ્વકુમાર પર વેર વાળવાના નિમિત્તો શોધતો રહ્યો.
આમાં નવાઈ જેવું કંઈ નથી. એ બધા કર્મરાજના તમાશા છે! કમઠ અને પાર્શ્વ કુમારના જીવો વચ્ચે છેલ્લા નવભવથી વેર ચાલ્યું આવે છે, આ દશમો ભવ છે. ધડે લેવા જેવી વાત તો એ કે પાર્શ્વકુંવરના છે એ દરમીઆન સમતાનું શરણ લઈ સ્વઉન્નતિ સાધી છે જ્યારે કમઠને જીવ તેના અભાવે હાલતે ભવ ગર્તાના ઉંડાણમાં જઈ રહ્યો છે.
એ વાતને ઘણા વર્ષો વીત્યાં. દરમીઆન પાર્શ્વકુંવર, પ્રભાવતી નામા ઉચ્ચ વંશીય રાજ તનયા સહ લગ્ન સંબંધથી જોડાયા, ને ભોગાવલી કર્મને ક્ષય કરતાં જીવન વ્યતીત કરી રહ્યાં. એ અવધિ પણ ભરાઈ જવા આવ્યા. ક્રીડા કરતાં રાજેમતીને ત્યાગી જતાં શ્રીનેમિના એક ચિત્ર પર નજર પડી, એ પરથી વિરાગ દશાને વિચાર કરતાં ઉપયોગમાં લીન થયા. વરસીદાન દેવાને અવસર ઓળખી લઈ તે કાર્ય શરૂ કર્યું અને વર્ષ વીત્યે અણગાર થઈ ચાલી નિકલ્યા. ગામ કે શહેર, સરિતા કિનારે કે કુપકાંઠે, સુવાસિત વાટિકામાં કે ઘેર જંગલમાં નાનીશી ટેકરી સમીપે કે અંધારી ગિરિ કંદરામાં, આર્યોથી વસાયેલા શેનિક સ્થાનમાં કે અનાર્યોના વિચિત્ર પ્રદેશમાં કેવળ કર્મોની નિર્જરા અર્થે, ઉપસર્ગોની સામે જઈ, માત્ર સમભાવના અવલંબનથી પ્રભુ વિચર્યા, અને સમતા રસમાં તરબોળ રહી આવી પડતાં દરેક કષ્ટોને સહ્યા.
એકદા વિહરતાં પ્રભુ કાદંબરી નામા ભિષણતાના અવતાર સમી અટવામાં આવી ચઢયા. કુંડ સરોવરના કાંઠા નજીક કાયોત્સર્ગ મુદ્રામાં લીન થઈ રહ્યા. દરમીયાન લાંબા કાળથી પુંઠા પકડી રહેવા છતાં વૈરને બદલે નહિં લઈ શકવાથી, જેને તીવ્ર તપ તપીને મેધમાળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com