________________
વીર-પ્રવચન
૫૩
નયનપથમાં ચડવા માંડી. પગલે પગલે બેટી માન્યતાના કદાગ્રહ દેખા દેવા લાગ્યા.
આ સ્થિતિ મધ્યાહે પહોંચે તે પૂર્વે દશમા પ્રભુ શ્રી શીતલ નાથને ઉદ્દભવ થયો. ભક્િલપુર નગરના કદરથ રાજાને ઘેર નંદા રાણની કુક્ષિએ પ્રભુ અવતર્યા. પિતા કેટલાક સમયથી દાહ જવરના રેગથી પીડાતા હતા, ઘણું ઘણું ઉપચાર કરી ચુક્યા હતા છતાં શાંતિ નહોતી થઈદરમિઆન ગર્ભવતી રાણીના હાથ કરવાથી અચાનક શીતળતા પ્રસરી ગઈ, અલ્પકાળમાં જ જવર જડમૂળથી નષ્ટ થઈ ગયે. એથી જ ગુણયુક્ત શીતળનાથ નામ સ્થાપ્યું. સુવર્ણવણું કાયાવાળા એ છને સંયમ સ્વીકાર્યા બાદ પ્રથમ કાર્ય અસંયતિ પૂજામાં રહેલ અજ્ઞાનતા અને અસત્યતાને ઉઘાડી પાડવાનું કર્યું.
સિંહપુરીના વિનુરાજા અને વિષ્ણુરાણના પુત્ર તે અગીયારમાં શ્રેયાંસ પ્રભુ. કંચન સમી નિર્મળ કાયાવાળા પ્રભુ ગર્ભમાં આવ્યા પછી એકવાર નગરીના એક દેવાલયમાં દેવો સાથે પૂજાતી શા હતી તે ઉપર માતા બેઠાં. પૂજારીઓની અત્યાર લગી એવી માન્યતા હતી કે એ શયાની તે પૂજા જ કરી શકાય. એના ઉપર કોઈ ભૂલેચુકે પણ બેસે કિવા શયન કરે તે જરૂર તેને ઉપદ્રવ થયા વગર ન રહે. ગર્ભવંતા રાણીથી દેવની પૂજા સંખાય પણ માત્ર શય્યા પૂજનિક બને એ તે તદ્દન વહેમીપણું લાગ્યું તેથી તે ટાળવા પોતે જ પહેલ કરી. પછી તે રાજા પ્રમુખે શા વપરાશમાં લીધી. કંઈ પણ વિન ન થયું. એ પ્રભાવ ગર્ભને ગણી શ્રેયાંસ ( કલ્યાણ કરનાર ) નાથ નામ સ્થાપ્યું.
ચંપાપુરીના વસુપૂજ્ય રાજા અને જયા રાણીને ત્યાં પુત્રપણે જન્મ લેનાર બારમા જીન વાસુપૂજ્ય નામથી વિખ્યાત થયા. એ પણ પાવણું દેહલતાવાળા હતા. તેમના નામ સંબંધમાં એવી વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com