________________
-વીર-પ્રવચન
[૫૧
પ્રત્યેને નૈસર્ગિક પ્રેમ ઉછળી આવ્યો. એટલે કટકા થવામાં પુત્ર સમૂળગે જીવતરથી જાય છે તેનાથી કેમ સહ્યું જાય ! તરત જ એ આગળ આવી બેલી ઉઠી; રાજમાતા, હારે એ પુત્રને ભાગ નથી જોઈત તેમ આ સંપત્તિથી પણ સર્યું મારે પુત્ર જીવતા રહેશે તો દૂર રહી હું તેનું મુખ જોઈ સંતોષ માનીશ માટે હારી મોટી બહેનને સર્વ સોંપી ઘો, સભાજન સૌ ચકિત બન્યા. રાણીએ પૈર્યતાથી કહ્યું કે સૌ કોઈની હવે ખાત્રી થઈ ચુકી હશે કે આ પુત્ર આ નાની બાઈને જ છે. પુત્રના શીરપર મરણાંત કષ્ટ આવી પડવા છતાં જેના હૃદયનું પાણી સરખું ઉછળતું નથી એવી આ મોટી બાઈ તેની માતા હરગીજ નથી; માટે સર્વ માલમિત હાનીને સેંપી તેણીને ઘર બહાર કાઢી મૂકે કે જેથી પુનઃ આવું આચરણ ન આદરે.
છઠ્ઠા પદ્મપ્રભુને જન્મ, પાંચમા જીનના નિર્વાણ પછી કેટલાક કાળ વ્યતીત થયા બાદ, કૌશંબી પુરીમાં શ્રીધરરાજને ઘેર થયે હતે. તેમની માતુશ્રીનું નામ સુસીમા રાણી હતું. પ્રભુ ગર્ભમાં આવ્યા બાદ પદ્મ અર્થાત રક્તવર્ણી કમળની શયા પર સુવાને ડેહલે થવાથી તેમ જ જન્મ બાદ પ્રભુશ્રીની દેહકાંતિ લાલવણું પદ્યસમ શોભતી હોવાથી પદ્મપ્રભુ એવું ગુણ નિષ્પન્ન નામસ્થાપન થયું.
સાતમા સુપાર્શ્વનાથની જન્મભૂમિ વણારસી નગરી હતી. પિતાનું નામ સુપ્રતિક અને માતાનું નામ પૃથ્વીદેવી હતાં. માતાના બન્ને પાશા (પડખા) રોગચ્યાપ્ત હતાં પણ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી એ દશા પલટાવા માંડી. રોગ નિમૂળ થઈ ગયો અને ઉભય પડખા કમળ બની સેના સરખા દિપવા લાગ્યા. એ કારણથી જ કનકસમી કાંતિવાળા પ્રભુનું નામ સુપાર્શ્વ રાખવામાં આવ્યું.
આઠમા ચંદ્રપ્રભુ એ ચંદ્રપુરી નામા નગરીના સ્વામી મહસેન રાજા અને લક્ષ્મણદેવી રાણા પ્રતાપી પુત્ર થાય. તેમની દેહલતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com