________________
૪૮ ]
વીર-પ્રવચન પિતાના ભુવનમાં પત્તા કચરાની કહાણી કહી. કાર્યથી વિરમવા જણાવી એ તે સિધાવી ગયા. પણ જહુ કુમારનું હૃદય શાંત ન બન્યું. ખાઈ પાણી વગર રહે તે પૂરાઈ જવાની ધાસ્તી લાગી, એટલે લાગલા જ ગંગા નદીનો પ્રવાહ વાળી લાવ્યા. સરિતાના પ્રવાહ કેટલુયે નુકશાન કરી નાંખ્યું, નાગ ભુવામાં પાણી ભરાવા માંડ્યું. નાગદેવ પુનઃ ક્રોધાયમાન થયા. સગર તનુજેની ઉદ્ધતાઈથી આવેશમાં આવી જઈ, તેમને બાળીને ભસ્મ કરી નાખ્યા. આમ અચાનક એકી. સાથે સાઠ હજારને કેળી થઈ ગયે. આમાં ભવિતવ્યતાના હાથ અને કર્મરાજના પ્રપંચ જરૂર સમજી લેવાના. પૂર્વે એ સર્વ જીવોએ સાથે જ કર્મ ઉપાજેલું તેથી વિપાક પણ સાથે પામ્યા. સામંતાદિ સકલ પરિવાર જે કે આ પ્રકોપમાંથી બચી ગયે છતાં ચક્રીને શું જવાબ દે એવા ભયથી એટલી હદે વ્યામૂઢ થઈ ગયો કે, ત્યાંથી અતિ મંદ ગતિએ રાજધાની પ્રતિ કૂચ કરવા લાગ્યો. ચકીશ્વરના પ્રબળ હુતાશનમાં તેઓ ભસ્મ થઈ જવાના એમ તેમને ડગલે પગલે પ્રતિતી થવા લાગી. કેટલાકને તે સજાવીને પોતાનું મુખ બતાવવા, કરતાં ત્યાંજ યમરાજના અતિથિ થવાનું ઉચિત લાગ્યું.
- સગર ચક્રી જે કે ધર્મવાસિત હદયને હતે છતાં આખરે એક મનુષ્યજ હતે. એક ઉચ્ચારે પિતાના તનુજ ગણના પરફેક પ્રયાણ સમાચાર શ્રવણ કરતાં જરૂર તેનું હૃદય ચીરાઈ જાત. દેવના સ્વામીએ અવધિ જ્ઞાનથી આ સ્થિતિ પારખી લઈ, વિપ્ર વેશે ત્યાં આવી, પોતિકા મૃત પુત્રને પુનઃ જીવન અર્પણ કરવાના મિષે સંસારની અસારતા, અને આયુષ્યરૂપી દોરીના તૂટવા બાદ ફરીથી સાંધવાની અશક્યતા સંબંધે તેમના જ મુખે શબ્દોચ્ચાર કરાવ્યા. સગરરાજ અંતમાં વિપ્ર વેશમાં રહેલા શકને “મરેલાં તે જીવતાં થયાં જાણ્યા છે?” એમ કહી “નિર્ચ સંત મત સર્વમ ચત્ નયના વાક્યનું સ્મરણ કરતાં શોકને વિસારે પાડવાની સલાહ આપી.
જ્યાં અંતઃપુરમાં પધારે છે ત્યાં સામંતગણના મુખથી સાઠ હજારના સ્વાહા થયાના સમાચાર કર્ણ પર પડયા. સખત વાવાઝોડાના તેફા--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com