________________
વીરપ્રવચન
[૪૩.
જેના રોમે રોમમાં અકથ્ય ઉકળાટ વ્યાપી રહ્યો. સારાયે અંગપર વીરતા નૃત્ય કરવા લાગી. એટલા જ શબ્દો બહાર આવ્યા
આટલી રાજ્ય સમૃદ્ધિથી પણ વકિલ ભ્રાતાને લેભ ન શો કે પિતૃદત્ત ભાગ પર આંખ માંડી ? ફિકર નહીં આ ભુજાને સ્વાદ ચાખ્યા વિના શાંતિ ન વળતી હોય તે આવી જાવ રણમેદાનમાં વિજય વિના સ્વામિત્વની આશા કેવી! ઉભય બંધુઓ વચ્ચે ઘેર, રણયજ્ઞ આરંભાય. અહિંસારૂપી અનુપમ મંત્રના પ્રકાશકના પુત્રને હાથે એનો હાસ થવા લાગ્યો! લોહીની નદીઓ વહી! વિબુધેએ. વચ્ચે પડી, સૈન્યને લડતા અટકાવી દ્વયુદ્ધથી જયપરાજયને નિર્ણય લાવવાનું નક્કી કર્યું. ચાર વેળા તે વિજયશ્રી બાહુબલિને વરી ચુ. " પૂર્વ ભવની વૈયાવચ્ચ (સેવા)ને એ પ્રતાપ! છેલ્લી શરત શરૂ થઈ ભરતજીની મુષ્ટિથી ઢીંચણ સુધી ભૂમિમાં દબાયેલા, પ્રચંડ શક્તિધારી, બાહુબળિએ જ્યાં પ્રલયકાળના વાયુ સમી મુષ્ટિને ભમાવી ત્યાં સૌના રક્ત શેષાઈ ગયા ! ચક્રી હતા ન હતા થવાની પળો ગણવા માંડી.. પણ અચાનક વિચાર , બાહુબળિએ ભુજા સ્થંભાવી. આખરે
ત્યેક ભ્રાતા, પિતાને સ્થાનકે, વળી ચક્રવર્તી ! એને અંત મારે હાથે ન ઘટે.” મુષ્ટિ પાછી પણ ન ફરે. ત્યારે કેશલેચન એજ ધર્મ. બસ . સાધુ જીવનના પૂનિત પંથે પ્રયાણ –ષ્ટ બંધુ ચરણમાં પડ્યા. ખમાવીને છુટા પડયા. ક્રોધ-માયા ને લેભને જીતી લેનાર બાહુબળિ
માનના ફાસલામાં સપડાયા! લઘુ બધુઓને વાંદવા પડે તેટલા ખાતર પ્રભુ સમીપે ન જતાં કાર્યોત્સર્ગમાં સ્થિત થઈ ઉભા. કેવલ ધર્મ ધ્યાનમાં જ મન પરોવ્યું; છતાં માનથી ન છુટયા હોવાથી કેવલ્ય આઘુ પણ ન આવ્યું. આ સ્થિતિ લગભગ વર્ષ સુધી ચાલુ રહી. વેલડીએથી વિટાણું અને પક્ષીઓથી ઘવાણા છતાં ધ્યાનમમ દશામાંથી એક રૂંવાડું પણ ન ફરકયું. પણ લાચાર! સકષાયીને તે કેવળજ્ઞાન હોય પણ ખરાં ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com