________________
વીર-પ્રવચન
[૨૯
-
-
પાંચ પ્રકારના આચારને પાલનારા, પાંચ સમિતિ અને ત્રણ ગુણિને ધરનારા. આ ગુણોમાંના ઘણા ખરા ઉપાધ્યાય અને સાધુમાં પણ જરૂર છે અને હોય છે છતાં એની પૂર્ણતા સુચક પદ સૂરિવરનું ગણાય. આવી જ રીતે પઠન પાઠનરૂ૫ ગુણની ગણત્રીએ ઉપાધ્યાયજીમાં - પચીશની અને સાધુમાં વર્તનના મુદ્દા પર દ્રષ્ટિ રાખી સત્તાવીસ ગુણની ગણના કરાયેલી છે.
સાધુ-મુનિ-શ્રમણ-નિગ્રંથ-અનગાર આદિ ગુરૂના પર્યાયવાચી શબ્દો છે. જો કે દરેકમાં અર્થથી તરતમતા રહેલી છે છતાં સામાન્ય ભાવ સરખો જ છે. આ સિવાય લાયકાત તેમજ જ્ઞાન–અભ્યાસ અને યોગહન આદિ ક્રિયાના ધોરણે પચાસ-ઉપાધ્યાય-પ્રવર્તક, વાંચક,. પંડિત-ગણિ-અનુગાચાર્ય, આચાર્ય, સૂરિ, ભટ્ટારક, ગચ્છાધિપતિ અને યુગપ્રધાન, પૂર્વધર અને ગણધર રૂપ નામાભિધાને છે.
જે આત્માઓને ત્યાગનું સ્વરૂપ સારી રીતે સમજમાં ઉતરી . ગયું હોય અને જેમને મન “સંસારમાં રહેવું” એ કેદખાનામાં વસવા સમાન લાગતું હોય, તથા જેમને ભાવ સંસારના ક્ષણિક સુખ પરથી છેલ્લી ડીગ્રી સુધી હેઠળ ઉતરી ગયો હોય, તેઓ મુખ્ય રીતે આત્મકલ્યાણ સાધવા અને ગૌણ રીતે સ્વશક્તિ અનુસાર બીજાને સુમાર્ગના દર્શક થવા એ ઉત્કૃષ્ટ જીવન સ્વીકારે છે. સાધુ જીવન જીવવું સહેલ નથી. એ પંથપર સુવાસિત ગુલાબ કરતાં તીક્ષ્ણ કંટક વધુ પથરાયેલા છે. તેથી જ કહેવામાં આવ્યું છે કે –“સંયમ પથ અતિ આકરે, વ્રત છે ખાંડાની ધાર.” આમ છતાં કબુલે જ છુટકે છે કે એ વિના આત્મદર્શન કિંવા સ્વ સ્વરૂપ પ્રાપ્તિને અન્ય રસ્તો નથી જ. પારમાર્થિક સેવા પણ એ દ્વારા જ સુંદર રીતે થઈ શકે છે. એ જીવન જીવનારા જ જનતામાં અગર તે સાહિત્ય ક્ષેત્રમાં સ્વસેવાનો સારો પાક તૈયાર કરી લણી શકે છે. તેમના બેધકે લખાણની કિંમત અમૂલ્ય અંકાવાની. કારણ એટલું જ કે તેમની પાસે ત્યાગી-સ્પૃહા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com