________________
વીર-પ્રવચન
'ફિ૩
=
=
શરીરશૌચ આદિના નિયમોમાં કેટલીક વિલક્ષણતા છે. એને મુખ્ય ઉદેશ જ્ઞાની પુરૂષોએ જ્ઞાનની ઉંડી દ્રષ્ટિ ફેંકી-અવલોકન કરી ઘડ હેવાથી બાહ્ય નજરે જોનારને કેટલીક વાર અજાયબી પહોંચે તેમ છે છતાં તે દરેક નિયમ સહેતુ છે. માટે ટુંકામાં એટલું કહી શકાય કે સંયમી જીવન જરાપણ સ્વછંદની ગર્તામાં ગબડી ન પડે તે માટેજ એ બંધની કડકતા છે. એથી સ્વચ્છતા કે શુદ્ધતાની દુર્લક્યતા છે એમ સમજવાનું નથી. શ્રી વીરના શાસનમાં થયેલા ધુરંધર સરિ પુંગવોએ દેશ-કાળને ધ્યાનમાં લઈ કિવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ એ ચતુષ્કને અનુસરી કેટલાક સુધારા વધારા કરેલા છે એ સંબંધમાં અત્રે ઉલ્લેખ અસ્થાને હોવાથી પ્રસ્તુત વિષય પરત્વે અત્ર પૂર્ણ વિરામ થાય છે.
ધર્મસ્વરૂપ
જૈનધર્મ અન્ય ધર્મો વિા પથથી કેટલીક બાબતમાં વિલક્ષણતા ધરાવે છે, તેમાં મુખ્યપણે તેની સ્યાદ્વાદશૈલી, ચાર ભાવના અને આત્મા જ કર્મજંજીરને તેડી પરમાત્મા થઈ શકે છે એ વાત ખાસ ધ્યાન ખેંચે છે.
આગળ દેવ સ્વરૂપમાં જોઈ ગયા તેમ અરિહંત પદ પ્રાપ્ત કરનાર વ્યક્તિ દેશકાળ તરફ નજર રાખી, ધર્મની પ્રણાલિકા બાંધે છે. ધર્મ અનાદિ ચાલ્યો આવે છે છતાં તીર્થંકર પ્રભુ પિત પિતાના શાસનમાં એને જે રીતે પ્રરૂપવો હોય તે રીતના રસ્તાઓ યોજે છે. અત્રે કહેવાનું એટલું જ છે કે પ્રરૂપક કેવળ જ્ઞાનરૂપી દિવ્ય આરીસાથી વિશ્વની સકળ વસ્તુ સંકલના સાક્ષાત્ જોઈ લે છે, એટલે અન્ય દર્શનકારોની રચના કરતાં તેઓશ્રીની રચનામાં જરૂર વિલક્ષણતા રહે છે, ને વળી વસ્તુસ્વરૂપને યથાર્થ સાક્ષાત્કાર થાય છે. ગુરૂસ્વરૂપમાં વર્ણવી ગયા તેવા મહાત્માઓ ઉક્ત જ્ઞાનીના અભાવ સમયે, આજ્ઞાનું જરાપણ ઉલ્લંઘન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com