________________
વીર–પ્રવચન
[ ૩૧
સંયમી જીવનમાં ઉપયોગી થઈ પડતાં ઉપકરણે વજીને કઈ પણ જાતનો પરિગ્રહ ન રાખવારૂપ છે. આ પાંચનું પાલન કડક રીતે ત્યાગી જીવન વાહકને કરવું પડે છે. ઉપરાંત રાત્રિભોજનની બંધી તેમને ખાસ હોય છે.
જે મહા પ્રતિજ્ઞાઓ વિષે અગાઉ કહેવામાં આવ્યું તેમાં કામિની અને ધનને પરિહાર આવી જ જાય છે એટલે સાધુ જનથી “કંચન અને કામિની' રૂપ સંસારની મધલાળ ઘણું દૂર જ રહે છે. તેમને કેવળ દેહ ટકાવવા અર્થે જેમ ભ્રમર પુષ્પને ક્લિામણું કિંવા ઇજા પોંચાડયા સિવાય રસ ચુસી એક પુષ્પથી બીજા પર ને ત્યાંથી ત્રીજા પર જાય છે તેમ દરેક ઘરમાં ફરી થોડે થોડો આહાર લઈ સ્વજીવન જીવવાનું હોય છે. તેઓ નથી તે કોઈને આશીર્વાદ આપતા કે નથી તે કોઈને શાપ દેતા. કેવળ “મેક્ષ'ની જ સ્પૃહા રાખનારા તેઓ
રીતે પાલન કરે છે તે આ પ્રમાણે (૧) ક્ષમા ( ગમે તેવા ક્રોધી સામે પણ ખામોશ રાખનાર) (૨) માર્દવતા-સરળતા (૩) આર્જવતા–નમ્રતા (૪) મુક્તિ ધર્મ-નિલેપતા, (૫) તપ (૬) સંયમ (૭) સત્ય (૮) શૌચ (૯) અકિંચનતા અને (૧૦) બ્રહ્મચર્ય. આ ઉપરાંત ક્ષુધા, તૃષા વિગેરે બાવીસ પ્રકારના પરિષહો વા કષ્ટ જરા પણ મનમાં દુભાયા સિવાય સહન કરવાના અને અનિત્યાદિ બાર ભાવનામાં મનને પરાવવાનું તેમના દૈનિક કર્તવ્યરૂપ લેખી શકાય. નવતત્વમાંનું આખું સંવર તેમજ નિર્જરા તત્વ, આ ગુરૂપદની દિવ્ય પરાગને અંગે આલેખાયું છે તે સંબંધમાં આગળ વાત આવનાર હોવાથી અત્રે વધુ લંબાણ ઈષ્ટ નથી.
શ્રીરૂષભદેવ તેમજ શ્રી મહાવીર સ્વામી અથવા તે પહેલા અને છેલ્લા છનના સાધુઓ માટે પ્રમાણે પેત શ્વેત વસ્ત્રો પરિધાન કરવાને ધર્મ છે, જ્યારે મધ્યકાલીન બાવીશ પ્રભુના માટે એ નિયમનું ફરજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com