________________
-૩૦]
વગરના આદર્શ જીવનની-મુદ્રા છે. એમને માટે જેવું મનમાં તેવું વચનમાં અને કરણીમાં પણ તે પ્રકાર રૂપ ત્રિપુટીને સોગ સહજ છે. “ખાંડી વચન કરતાં શેરભર વર્તન વધુ અસરકારક નીવડે છે.” એ વાતને ઉક્ત પુરૂષોને કાર્યમાં ડગલે ને પગલે સાક્ષાત્કાર થાય છે. કહેણ એવી જ કરણી એ તેમને મુદ્રાલેખ હોય છે. તેમના જેવા સતે માટે ગવાયું છે કે – "मनसि वचसि काये पुण्य पियूषपूर्णा,
त्रिभुवन मुपकार श्रेणिभिः प्रीणयतिः । 'परगुणपरमाणुन् पर्वतीकृत्य नित्यम्
निजहृदि विकसन्तः सन्ति संतः कियतिः ॥
મન, વચન, અને કાયામાં એટલે વિચાર, વાણી અને વર્તનમાં પુન્યરૂપી અમૃતથી ભરેલા ને સકળ વિશ્વમાં ઉપકાર વર્ષાવતા સૌ કોઈને પ્રિય થઈ પડતા, પારકાના અણુ જેટલા ગુણને પર્વત સમો મેટ ગણું સ્વઅંતરને સદા વિકસ્વર યાને પ્રમુદિત રાખતા સંત પુરૂષ વિચરે છે. સંત કે ગુરૂઓની આ વ્યાખ્યાને એકાંત ન સંભવે. ઉત્સર્ગ સાથે જ અપવાદ જોડાયેલ છે. Hedges have thorws વા વાડને કાંટા હોય એ નિયમાનુસારે આ નિયમ સર્વત્ર લાગુ ન પણું પડે. એ ઝભા તળે જ કેટલાક વિપરીત જીવન જીવતા હોય, એમાં અશક્યતા જેવું નથી. વળી એનું માપ કાઢતાં માત્ર વર્તમાન કાળને જ જેવાને નથી. અત્રે એ ઉલ્લેખ થઈ રહ્યો છે તેમાં ખાસ કરીને “ગુરૂતત્વમાં જૈનધર્મની દ્રષ્ટિએ કેવી કેટિના પુરૂષને સ્થાન છે તેને કંઈક ખ્યાલ આવે એ અર્થે આટલે વિસ્તાર કરવો પડ્યો છે. ટૂંકમાં કહીયે તે “જ્ઞાન પૂર્વકને વૈરાગ્ય ” એ ગુરૂ પદના મૂલ્યવાન અલંકારરૂપ છે. ગુરૂપદમાં ઈદ્રિય પર કાબુ ને કષાયના રધ ઉપરાંત પાંચ મેટી પ્રતિજ્ઞાઓ જેવી કે અહિંસક રહેવું, સત્ય વદવું, દીધા વગર પારકી ચીજ લેવી નહીં, આજીવન બ્રહ્મચર્યવ્રત પાળવું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com