________________
વીર-પ્રવચન
[૩૭
આ ભેદ અધિકારી પરત્વેના છે. માયા જાળને વીર્ય ફેરવી જે જલદી કાપે છે તે સંસારને પાર સત્વર સાધે છે, છતાં વીર્ય ઉત્કટ દાખવવું પડે છે એ ભુલવું જોઈતું નથી. એને માર્ગ સાધુપણાને સીધો છતાં કંટક બહુલ, ટુકે છતાં કષ્ટ સાધ્ય, સુંદર છતાં ખાંડાની ધાર સામે કઠણ! જેનામાં એવી વીર્યની જાજવલ્યતા નથી, માયાને કાબુમાં લઈ એની છાતી પર ચઢી બેસવાના પરાક્રમ નથી તેને સારૂ સરળ માર્ગ જોઈએ અને તે શ્રાવકધર્મ. જ્યાં ઝાઝા કષ્ટો વેઠવાના ન મળે અને ઝાઝાં તપે આચરવાના ન હોય! તેથી આ રસ્તો સરળ છતાં ઘણું વાંકવાળો, સુખસાધ્ય છતાં લાંબા સમયે ફળ આપનાર અને ટુંકમાં કહીયે તે “વીરને નહિં પણ “મધ્યમ છે.
સાધુ ધર્મ પાલન સંબંધે પાંચ મહાવ્રત અને શ્રાવક ધર્મવાળા માટે એમાં કેટલીક રખાયેલી છુટ રૂપ પાંચ અનુવ્રત તથા એ ઉપરાંત ગુણવૃદ્ધિના કારણરૂપ ત્રણ ‘ ગુણવ્રતો” અને શિક્ષાને આધારરૂપ ચાર “શિક્ષાત્રત” મળી ‘બારવ્રત” રૂ૫ દ્વિવિધિ ધર્મ સંબંધે પુષ્કળ કહેવામાં આવ્યું છે. તત્વવિચાર અને વિધિપ્રરૂપણા પર જૈન ધર્મમાં સવિશેષ કહેવાયું છે. એ સાથે નય, નિક્ષેપ કે પાંચ સમવાય અથવા તે સમભંગી કે પ્રમાણુવાદને જરાપણ વિસરવામાં નથી આવ્યો.
એનું યથાર્થ માપ કહાડવાને સારૂ કાગળના પૃષ્ટ એ યોગ્ય સ્થાન નથી. ખરું સ્થાન તે હૃદયરૂપી ભૂમિકા છે. આમ છતાં એ વિય સંબધે આગળપર લખવાનું હોવાથી આટલી સામાન્ય વિચારણથી વિરમીશું.
ઉપરોક્ત પ્રકારે “દેવ, ગુરૂ અને ધર્મ” સ્વરૂપમાંથી પસાર થઈ આપણે હવે “જૈન ધર્મના ભૂતકાળમાં દ્રષ્ટિ ફેંકવાની છે, તે વિના ચાલુ કાળના ઈતિહાસનું પાનું અધુરું ગણાય. વળી તત્વની ચર્ચામાં ભાગ લઈ આત્મા–કર્મના ભેદ-પ્રભેદે નિરખી લેવાના છે. કેમકે તે વગરનું જ્ઞાન ઉપર ટપકીયું જ લેખાય. વળી આચાર-વિચાર સંબધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com