________________
વીર-પ્રવચન
તે “સામાન્ય કેવળી'ની કટિમાં આવે છે. તેઓ પણ ઉપદેશ દેવાની શક્તિ ધરાવે છે અને દેવકૃત “સુવર્ણ કમળ' પર બેસી તેમ કરે છે. પ્રાતિહાર્ય કે અતિશયપણુની સંપદા તેમને નથી લેતી. આમાં જ તીર્થંકરપણું રૂપ શુભ કર્મના ઉદયથી તરતમતા રહેલી છે; બાકી સિદ્ધ દશામાં ઉભયને સરખું જ સ્થાન છે.
જૈન ધર્મ “કાળ' ને ચક્રની ઉપમા આપે છે એટલે કે ચક્ર જેમ સતત ગતિમાન હોઈ શકે છે તેમ કાળ પણ પોતાનું કાર્ય અખલિત રીતે કર્યું જ જાય છે. અસ્તેય રૂપ કાળપક્ષીની ઉભય પાની સરખામણીમાં અત્રે અવસર્પિણ, ઉત્સર્પિણરૂપ કાળચક્રની બે બાજુઓ છે, ચક્રમાં જેમ “આરો' કિવા લાકડાનાં સાંધાઓ જેડયા હોય છે, તેમ અત્રે પણ વખતની ઓછી વસ્તી બાંધણું રૂપ નાના મોટા અથવા સૂક્ષ્મ સ્થૂલ ગણત્રીવાળા “આરો” છે તેની. સંખ્યા છ ની છે. અવસર્પિણી કાળ એટલે જે વેળા સર્વ પદાર્થોમાં ક્રમશઃ ઘટવાપણું પ્રવર્તતું હોય તેવો કાળ જ્યારે ઉત્સર્પિણમાં એથી ઉર્દુ વધવાપણું થતું રહેતું હોય તેવો કાળ. હાલ આટલી સામાન્ય સંમજુતીથી આગળ વધવું શ્રેયસ્કર છે કેમકે એ સંબંધમાં આગળ વધુ વિવેચન આવવાનું જ છે.
જૈન ધર્મ મુજબ આપણે વસીએ છીએ તે મનુષ્ય લેક, દ્વીપ પછી સમુદ્ર અને પછી દ્વીપ પાછો સમુદ્ર એવી રીતે ગણનાને ઉલંધી જાય–તેટલા દ્વીપ સમુદ્રોથી વેષ્ટિત (વીંટાયેલે છે). છે. આમાં ઉર્ધ્વ લેક કે અધે લેકની વાત નથી આવતી એ ધ્યાનમાં રાખવું. આપણે અત્રે એ વિસ્તૃત સાંકળને એક બાજુ રાખી શાસ્ત્રકાર જેને ખરે મનુષ્ય. લેક કહે છે અર્થાત જ્યાં માનવીઓને વસવાટ હોય છે જ તેવા જંબુદ્વીપ ધાતકીખંડ અને અર્ધ પુષ્કરવર દિપ રૂપ અઢી દ્વિપનું જ કામ છે, કારણકે આપણે જેને છ ખંડ ધરતી માનીએ છીએ અને યુરેપ, એશિઆ, આફ્રિકા, અમેરિકાને આસ્ટ્રેલીયા આદિ ભાગેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com