________________
એક ઝલક
२१
તેમાં તેમનું હઠીલાપણું દેખાય છે. પણ ખરું જોતાં તે તે તેમની Courage of conviction હોય છે. આ તેમની પ્રકૃતિ, દરેક સ્થળે, પછી તે યુનિવર્સિટી, કૉગ્રેસ પક્ષની સભા કે કોઈ પણ કમિટીની સભા હાય ત્યાં સઘળે, દેખાઈ આવે છે.
કામની ધગશની તે! વાત જ કરવા જેવી નથી. નવજીવન પ્રેસનાં પ્રકાશન, ગૂજરાત વિદ્યાપીઠનું મહામાત્ર તરીકેનું કામ, મુંબઈ વિધાનપરિષદ અને ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર તરીકેનું કામ – આમ સઘળે ઠેકાણે તે તેટલા જ ચીવટપણાથી કામ કર્યે જ જાય છે. આમ કામ ઘણું હાવા છતાં ગુજરાત યુનિવર્સિટીમાં તેએ આટલે! સમય શી રીતે આપી શકતા હશે, એ જોઈ નવાઈ લાગે. તેઓ દરરોજ રજાના દિવસેા સિવાય બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી તે ખર! જ. કેઈ વખતે વહેલા પણ આવે અને ઘણી વખત મેાડા જાય.
ખાટી મેટાઈને તેમને માહ નથી, કોઈ પણ સભામાં તેમને અમુક સ્થાન મળવું જોઈએ એવી તેમના મનમાં જરા પણ લાગણી નથી. ગમે ત્યાં બેસે અને તેમને ઉઠાડીને યોગ્ય સ્થળે લઈ જવા પડે. • અભિનંદન ગ્રંથ'માંથી ]
ડૉ. સાતીભાઈ દેસાઈભાઈ પટેલ
શિક્ષણનું માધ્યમ, અંગ્રેજી
અને શ્રી. મગનભાઈ
શ્રી. મગનભાઈને સન્માનવાને સમારંભ એ એક વ્યક્તિ માટેના સમારંભ કરતાં એક મહિમાવન્ત યુગને અપાતા અર્ધા જેવા છે. ક્રાન્તિના એક સ્વયંસેવક તરીકે જીવનની શરૂઆત કરી, આજે રાષ્ટ્રના નવનિર્માણ માટે મથી રહેલા આપણી આગલી હરાળના કાર્યકર્તાઓમાં શ્રી, મગનભાઈએ સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને એથી એમનું સન્માન એ ૧૯૨૦ થી ૧૯૫૯ સુધીના આપણા રાષ્ટ્રીય ઇતિહાસનું સરવૈયું કાઢી, એમાં એમણે આપેલા ફાળા મ!ટેની આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાના એક મંગળ વિધિ જેવું છે. એ પ્રસંગે એમની અનેકવિધ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવાનું મન થાય એ વાભાવિક છે.
વિદ્યાર્થી તરીકેની પોતાની યશસ્વી કારકિર્દીથી મળી શકતા અનેક લલચાવનારા લાભાને પૂર્વ ગાંધીજીની હાકલ થતાં નિલાં×લિ આપી શ્રી, મગનભાઈએ અસહકાર કર્યો, અને ગૂજરાત વિદ્યાપીઠના તે સ્નાતક થયા. સ·યાગ્રહ ઉપર મહાનિબંધ લખી, ગૂજરાત વિદ્યાપીઠની પારંગતની પદવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org