________________
એક ઝલક સાચું હિતકારી છતાંય મીઠું
નાનાં બાળકોને પણ વાર્તા ગમે છે, એનું શું કારણ છે? નાના બાળકને માની વાણી વહાલી લાગે છે, એનું પણ શું કારણ છે? બેઉનાં કારણ એક જ છે, પ્રેમપૂર્વક ઈશારો કરી દે – આ જ છે કારણ. ગીતાએ કહ્યું જ છે – “અનુગકર વાકયં સત્ય પ્રિય હિન ચ થતુ' કોઈને ઉગ ન પહોંચાડનારી સાચી, પ્રિય અને હિતકારી વાણી બોલવી. પરંતુ મા તે સીધેસીધે ઉપદેશ પણ કરી શકે છે અને એ પણ બાળકને ગમે છે. બીજાને સીધો બેધ તો નથી જ ગમતે, બલકે આડકતરું સુચન પણ હમેશાં ગમે જ, એવું નથી હોતું. યંગ, કટાક્ષ કે વકતામાં કરાયેલાં સૂચનો સીધા આક્રમણ કરતાં પણ વધારે અપ્રિય થઈ પડે છે. કહેવાને સાર એ કે, સૂચન પણ વિદગ્ધ જ હશે એવું નહીં, અને સીધેસીધો બંધ પણ પ્રેમાધિકારપૂર્વક અપાયો હોય તો વિદગ્ધ હોઈ શકે, તેવું બને. એટલે જ ગીતાને પ્રત્યક્ષ ઉપદેશ પણ વિદગ્ધ વાડમય બની જાય છે, એટલું જ નહીં વિદગ્ધ વાડમયને આદર્શ સિદ્ધ થઈ જઈ શકે છે. મનાવી-પટાવી રિઝવી લઈને હિતોપદેશ કરવાના જેટલા પ્રકાર છે, એ બધું વિદગ્ધ વાડ મય છે, પછી એ પ્રત્યક્ષ ઉપદેશરૂપે હોય કે પરોક્ષ સુચનરૂપે કે વિવેચન અથવા તો કથારૂપે પણ કેમ ન હોય! ત્રણ ઉત્તમ ઉદાહરણ
જ્ઞાનદેવે આદર્શ વિદગ્ધ વાડમયનું એક બાહ્ય લક્ષણ બતાવ્યું છે – આકારે નાનકડું પણ પરિણામે મહાન – ગીતાવચનમાં પણ “મિત' શબ્દ છે. અમારી માએ નાનપણમાં એક સુત્ર ગાંઠે બાંધી આપેલું -“ડાકમાં મગા.’ મને એક ભાઈએ મને ગમતાં ત્રણ સર્વોત્તમ પુસ્તકો પૂછયાં, ત્યારે મેં કહ્યું -ભગવદગીતા, ઈસપની નીતિકથા તથા યુકિલિડની ભૂમિતિ, સાંભળનાર માટે આ જવાબ સાવ જ અણધાર્યો હતો. પરંતુ આ ત્રણેયને હું વિદગ્ધ વાડમયનાં ઉત્તમ ઉદાહરણ ગણું છું. ગીતાને બચાવ તે મેં અગાઉ કર્યો જ છે. ઈસપની કથાઓને બચાવની જરૂર નથી. યુકિલિડનું રેખાગણિત કેવી રીતે વિદધ વાડમય બને છે, એ સમજાવવું પડે. યુકિલડ સીધે ઉપદેશ નથી કરતો. થોડાકમાં પ્રમેય સમજાવી પછી આ ખસી જાય છે. આ બધા વિદગ્ધ લક્ષણ છે. ભૂમિપુત્ર’માંથી]
વિનોબા ભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org