________________
• સર્વોદયની જીવનકળા [કમ યાગનું સામાજિક ભાષ્ય]
['સર્વોદયની જીવનકળા': (પ્રિ0 એલ, પી. જૅકસ કૃત ‘Constructive Citizenship') અનુ૦ ગોપાળદાસ જીવાભાઈ પટેલ.]
જૅકસનું આ પુસ્તક વાંચતાં મને લાગ્યું કે, એ એક મહાન ગ્રંથ છે, અને એનું આપણી ભાષામાં વર્ણન કરવું હાય તો તેને ‘કર્મયોગનું સામાજિક ભાષ્ય' કહેવું જોઈએ. ત્યાર પછી તે ચેાપડી ફરી આ અનુવાદ રૂપે વાંચી; મારે તે વખતને અને વિષેના ખ્યાલ વધારે દૃઢ થયા. વાચક જોશે કે, પુસ્તકના કેટલાય વિચારોના સમર્થનમાં કે સરખામણીમાં તે ગીતાના શ્લોકો ટાંકી શકે છે. મારી ભલામણ છે કે, વાચક ગીતાના કર્મયોગ સાથે આ વ્યાખ્યાનાનું મંતવ્ય સરખાવે, તે તેને મારી જેમ લાગ્યા વગર નહીં રહે કે, પ્રિ૦ જૅકસ કર્મયોગનું જાણે સામાજિક ભાષ્ય જ ન કરતા હોય !
અનેક દૃષ્ટિએ ગીતાના ભિન્ન ભિન્ન અર્થે કરી બતાવવામાં આવ્યા છે. પરંતુ તે બધામાં એક સમાનતા રહેલી છે. તે એ કે, તે અર્થો જીવની સર્વતામુખી ઉન્નતિના અર્થ મુખ્ય સમજીને ચાલ્યા છે. તેમાં સમાજ કે લેાકસંગ્રહને ખ્યાલ છે. પરંતુ પ્રધાનપદે સમાજને વિચાર કરીએ ત। તેને માટે કર્મયોગ કે ભક્તિયોગ યા જ્ઞાનયેાગ શા હાય, એ પ્રશ્ન કોઈ ભાષ્યકારે યા ટીકાકારે વિચાર્યો હોય, તા મારી જાણમાં નથી. કર્યાંક કયાંક કેટલાક શ્લોકો દ્વારા સામાજિક દૃષ્ટિ કે વાદોનું સમર્થન શેાધાયું મળે; પરંતુ એક સળંગ દૃષ્ટિએ સામાજિક સાધના કે યોગ એટલે શું, તે પ્રકારના અર્થ ભાગ્યે જ ગીતાના કોઈ ટીકાકારે ચર્ચ્યા હોય. પ્રિ૦ જૅકસનાં આ વ્યાખ્યાનામાં એની મીમાંસા સાંપડે છે, એમ હું માનું છું. વ્યક્તિ જો સાધક બને તે તેને સમાજ પણ સુધરે, સુવ્યવસ્થિત થાય, કૃતકૃત્ય થાય. એમ ગીતામાંથી ફલિત થતું બતાવી શકાય. પરંતુ સમાજને પ્રધાનત: લક્ષમાં લઈ તેને માટે મેગ વિચારવા, અને તે વિચારમાં વ્યક્તિનું પણ આત્યંતિક કલ્યાણ અનુસ્મૃત સમજી લઈને, – એ આ પુસ્તકની અદ્વિતીયતા છે. અને એથી હું એને ‘કર્મયોગનું સાનાનિષ્ઠ ભાષ્ય ' અથવા ટૂંકમાં કહેવું હોય તે ‘સમાજ-યોગ’ કહ્યું,
-
* પ્રવેશિકા 'માંથી
મગનભાઈ દેસાઈ
Jain Education International
ર૦
For Private & Personal Use Only
www.jainelibrary.org