________________
નેપાળમકાને જેવા મે જોયા-જાણ્યા પૌત્રો ઉદય અને હર્ષ તથા પૌત્રી મૌલીને બહુ મોટો ફાળો છે. કુટુંબના આ બધા જ સભ્ય કાકાની સેવામાં હસતે મોંઢે સદા ખડે પગે તૈયાર, રાત કે દિવસ જોયા વિના પ્રેમપૂર્વક સેવા કરી છે.
- ઘરનાં બધાંની કાકા પ્રત્યેની સેવા જોઈને શ્રવણની કથા વાંચેલી તે મને યાદ આવી ગઈ. શ્રવણે તો કાવડમાં બેસાડીને પોતાનાં અંધ માતાપિતાને ધર્મસ્થાનોની યાત્રા કરાવી પણ પુત્ર ડૉ. વી. જી. પટેલ જે ભારત સરકારની (E. D. I.) ઈ. ડી. આઈ. સંસ્થાના વડા હતા અને જવાબદારી બહુ મોટી હતી. એ સંસ્થાની જવાબદારી સંભાળવાની સાથે સાથે પોતાના પિતા પ્રત્યેની ફરજ અને જવાબદારીમાં કયારેય ગાફેલ કે બેદરકાર રહ્યા નથી. સંસ્થામાંથી જેવા ઘેર આવે કે તરત જ પહેલાં કાકાની ખબર લે. તેમની સેવા-ચાકરીમાં કઈ ભૂલચૂક તો નથી થઈ કે કોઈ ખામી રહેવા પામતી તે નથી તેનું તે સતત ધ્યાન રાખતા. તે જ પ્રમાણે કાકાની પુત્રવધુ શ્રી. યોગિનીબહેન પણ લો સાસાયટીની હાઈસ્કૂલમાં આચાર્યા હતા અને તેની જવાબદારી સારી રીતે અદા કરતાં હતાં પણ તેની સાથે સાથે કાકા પ્રત્યેની જવાબદારી અને ફરજ પ્રત્યે પણ સદા જાગ્રત હતાં. સ્કુલેથી ઘેર આવે કે તરત જ પહેલાં કાકાની ખબર અંતર પૂછતાં અને સેવામાં કોઈ કચાશ ત રહેવા પામતી નથી તેની ચીવટ અને કાળજી પણ રાખતાં. તે પ્રમાણે બને પૌત્રો અને પૌત્રી અભ્યાસ કરતાં કરતાં પણ કાકાની અંત:કરણપૂર્વક અને પ્રેમપૂર્વક સેવા કરી છે. તે સેવા જોઈને મેં તે ક્યાંય શ્રવણને શિયા નથી પણ વાંરયા છે. જ્યારે મને તો પ્રત્યક્ષ શ્રાવણના દર્શન ડૉ. વિહારી, યોગિનીબહેન, ઉદય, હર્ષ અને મૌલીમાં જોવા મળ્યાં. ધન્ય છે કાકાનાં સૌ સંતાનને!
કાકાની સેવા જે રીતે સમગ્ર કુટુંબે કરી તેના પરિણામે કાકા નિશ્ચિત થઈ ગયા અને પિતાની શારીરિક પરવશતાને આત્મિક શક્તિમાં રૂપાંતરિત કરી શક્યા અને લાંબું જીવીને સાહિત્યની સાધના કરી શકયા અને વિશ્વસાહિત્યનું ગુજરાતી ભાષામાં આગમન તેમની સાધનાને કારણે જ યશસ્વી રીતે થઈ શક્યું. દશ્ય – ૨ : કાકાને અલાયદે રૂમ, પગમાં ચાદર ઓઢીને સૂતેલા
કાકા, આપણે મહાભારતના ભીષ્મ પિતામહની કથા વાંચેલી. મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસ ચાલ્યું. તે ૧૮ દિવસે કૌરવ-પાંડવ કુળના વડા ભીષ્મપિતામહે બાણશય્યા પર રહીને મૃત્યુને પિતાને આધિન કરીને જીવિત રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org