________________
૯૫
ગોપાળદાસ પટેલની જીવનસાધના શિક્ષિત વર્ગ, અને વિદ્યાર્થીઓ પણ આ નવલની કથાવસ્તુથી અતિરેક થઈ શકે તે હેતુથી ગોપાળદાસે આ પુસ્તકનો વિક્રમ સંક્ષેપ લગભગ ૧૮૦ પાનામાં અને જરાક મોટા ટાઈપમાં પ્રસિદ્ધ કરાવ્યો છે. આ વિક્રમ સંક્ષેપ પણ સારી એવી લોકચાહના પ્રાપ્ત કરી શક્યો છે.
પુસ્તક વાંચનારના મન ઉપર તેનાં મુખ્ય પાત્રો ડી-પરગણાના બિશપ ચાર્લ્સ મિરેલ, પુસ્તકની શરૂઆતથી અંત સુધી જેનું બૃહદ પાત્રાલેખન થયું છે તે નવલને મુખ્ય નાયક જીન વાલજીન, અને માનવીય મૂલ્યો કરતાં પણ સરકારી હેદાની ફરજનું મૂલ્ય વધારે છે તેવી માન્યતા ધરાવતા અને તેને અમલમાં મૂકતા પોલીસ અફસર “જાવટે વાચકના મન ઉપર અમીટ અને અવિરમરણિય છાપ મૂકી જાય છે.
વિક્ટર હ્યુગોની બીજી એક નવલકથા “ટેઈલર્સ ઑફ ધી સી'ને પણ ગોપાળદાસે અત્યંત સરળ અને રેચક ભાષામાં સંપાદિત કરી છે. પ્રેમ અને બલિદાન'ના માનવીય ગુણોનું ચિત્રલેખન કરતી આ નવલકથાનો સંપાદિત અનુવાદ પણ અJત લોકપ્રિય નીવડ્યો છે.
હૃગોની વિશ્વાદર પામેલી અન્ય કૃતિઓ “લાફિંગમેન', “હેચબેક ઑફ નેત્રદામ', અને ‘નાઇન્ટી શ્રી’ પણ ગોપાળદાસે ગુજરાતીમાં સંપાદિત કરી છે.
અહીં ચાર્લ્સ ડિકન્સની બે નવલો જે ગુજરાતીમાં ગોપાળદાસે સંપાદિત કરી છે તે પિકવિક કલબ' અને “ધી ઓડ ક્યુરિયસીટી શૉપ'ને ઉલ્લેખ કરી સંતોષ માનીશું.
નેપાળદાસને સાહિત્યની અભિરુચિ અને અભ્યાસનો વ્યાપ માત્ર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના સાહિત્ય-સ્વામીઓની કૃતિઓ પૂરતું મર્યાદિત નહતો. રશિયાની સાહિત્ય સૃષ્ટિમાં જેમણે ગણનાપાત્ર પ્રદાન કર્યું. તેના શ્રેષ્ઠ સાહિત્ય-સ્વામીની કૃતિઓને ઊંડો અભ્યાસ કરેલો. અને આ પૈકીની કેટલીક કૃતિઓ તેમણે અથાગ પરિશ્રમથી સંપાદિત કરી ગુજરાતની સાહિત્યપ્રેમી જનતાને લિયો ટોલ્સ્ટૉય અને દસ્તાવસ્કી જેવા સાહિત્ય-સમ્રાટોની કૃતિઓને પરિચય કરાવ્યો છે.
લિયો ટોલસ્ટૉય કૃત “રિઝરેકશન'ને ગુજરાતીમાં સંપાદિત પુનરુત્થાનના ડસ્ટસ્કી કૃત કાઈમ એન્ડ પનિશમેન્ટ' ઉપરથી સંપાદિત “ગુનો અને સજ ને ઉલ્લેખ કરવો રહ્યો.
માનવસ્વભાવ અને રાજકારણ ઉપર આધારિત પુસ્તકો ઉપરાંત બંગાત્મક, હાસ્યરસિક, સાહિત્યના ક્ષેત્રમાં ગેપાળદાસનો રસ અને અભ્યાસની અનુસૂચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org